NavBharat
Sport

કોન્ટ્રાક્ટ આગળ વધારવાના મૂડમાં નથી રાહુલ દ્રવિડ! ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની રેસમાં આ દિગ્ગજ ખેલાડીનું નામ સૌથી આગળ!

ICC ODI વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મોટી હાર સાથે જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે અનુભવી પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે એવું માનવામાં આવે છે કે દ્રવિડ ફરીથી અરજી નહીં કરે. આવી સ્થિતિમાં તેમના વિકલ્પની શોધ પણ ચાલી રહી છે.

આગામી મુખ્ય કોચ કોણ હશે?

રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયા આઈસીસીની કોઈ ટ્રોફી જીતી શકી નથી. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે દ્રવિડનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેમની જગ્યા કોણ લેશે તે જોવું રસપ્રદ રહેશે. દ્રવિડ પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવવાના મૂડમાં દેખાતા નથી. ટીમ ઈન્ડિયા સાથે રાહુલ દ્રવિડનો કોચિંગ કાર્યકાળ લગભગ 2 વર્ષનો હતો.

લક્ષ્મણને મળી શકે છે જવાબદારી

એવી ચર્ચા છે કે દ્રવિડ બાદ હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી અનુભવી પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણને સોંપવામાં આવી શકે છે. લક્ષ્મણ હાલ ટીમ ઈન્ડિયા સાથે છે. ભારતીય ટીમ 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણી રમશે, જ્યાં લક્ષ્મણ કોચ તરીકે ટીમની સાથે છે. લક્ષ્મણ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

રાહુલ કોન્ટ્રાક્ટ વધારવાના મૂડમાં નથી

એક રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડ પોતાનો કોચિંગ કોન્ટ્રાક્ટ વધારવાના મૂડમાં નથી. એવા પણ દાવાઓ થઈ રહ્યા છે કે લક્ષ્મણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવામાં રસ દાખવ્યો છે. જો તે કોચ બનશે તો આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપ લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ રમાશે. રિપોર્ટ અનુસાર, વર્લ્ડ કપ દરમિયાન લક્ષ્મણ આ મામલે અમદાવાદમાં બીસીસીઆઈના ટોચના અધિકારીઓને મળ્યો હતો. તેને આવતા મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમ સાથે મુખ્ય કોચ તરીકે મોકલવામાં આવી શકે છે.

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા : વિજેતાઓ માટે અંદાજે બે કરોડથી વધુ રકમના ઇનામો જાહેર કરાયા

Navbharat

વન ડે અને ટી-20માં ક્રિકેટમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ સાથે ટોપ પર, ટીમના ખેલાડીઓના આ છે રેન્ક 

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

Navbharat