NavBharat
Politics/National

અજમેરમાં પ્રિયંકા ગાંધીએ બીજેપી પર સાધ્યું નિશાન, કહ્યું- જેઓ કામના નામે વોટ નથી માગી શકતા તેઓ હવે ધર્મ અને જાતિ..!

રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન યોજાશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ત્યારે આ ચૂંટણીને લઈને રાજ્યની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ બંને એકબીજા પર સતત શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. દરમિયાન, રાજસ્થાનના અજમેરના કેકરીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે જે લોકો ધર્મ કે જાતિના નામે વોટ માગે છે તેઓ પોતાના કામના આધારે વોટ માંગવાની સ્થિતિમાં નથી.

અજમેરમાં કેકરીમાં એક રેલીને સંબોધતા, પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવેલા કામનું મૂલ્યાંકન કર્યા પછી લોકોને મત આપવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ એકજૂટ છે જ્યારે ભાજપ સંપૂર્ણપણે વેરવિખેર છે. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, “જો કોઈ ધર્મ અથવા જાતિના નામે વોટ માગે છે, તો તેનો અર્થ એ છે કે તે તેમના કામના આધારે વોટ માગી શકતા નહીં.”

મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની ભાજપની નીતિ

કોંગ્રેસ નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે, ભાજપે રાજ્યમાં તેમના નેતાઓને બાજુ પર મૂકી દીધા છે અને નવા નેતાની શોધમાં છે. ભાજપની નીતિ મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાની છે. તેમણે કહ્યું કે, ભાજપ ગરીબ અને મધ્યમ વર્ગ વિશે વિચારતા નથી. વાડ્રાએ સભાને કહ્યું કે, જો ભાજપ રાજસ્થાનમાં સત્તામાં આવશે, તો તે કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ જનકલ્યાણકારી યોજનાઓને બંધ કરી દેશે.

Related posts

બીજેપી સાંસદ નિશિકાંત દુબેનો મોટો દાવો, કહ્યું- લોકપાલે મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો

Navbharat

છત્તીસગઢમાં અમિત શાહે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ‘મોદીની ગેરંટી’, કહ્યું- પાંચ વર્ષમાં અમે રાજ્યની તસવીર બદલીશું…!

Navbharat

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

Navbharat