NavBharat
Tech

POCO માત્ર આટલા રૂપિયામાં ઑફર કરશે 256GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન! જાણો તેના ફીચર્સ

POCO કંપનીના સ્માર્ટફોનની હાલ માર્કેટમાં ડિમાન્ડ છે. ત્યારે કંપનીએ યુઝર્સ માટે POCO M6 Pro 5G ફોનને નવા વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. આ ફોન હવે 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં યુઝર્સ માટે ઉપલબ્ધ છે. કિંમતની વાત કરીએ તો 4GB RAM + 64GB સ્ટોરેજની કિંમત રૂ. 10,999 છે. જ્યારે કંપનીએ હવે 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આવો જાણીએ તેની કિંમત અને ફીચર્સ વિશે…

POCO M6 Pro 8GB + 256GB વેરિઅન્ટની કિંમત

POCO M6 Pro 5Gની કિંમતની વાત કરીએ તો તે રૂ.14,999 નક્કી કરવામાં આવી છે. જો કે, સ્પેશિયલ લોન્ચ પ્રમોશન તરીકે, આ ફોનની ખરીદી પર કેટલીક ડિસ્કાઉન્ટ ઑફર પણ આપવામાં આવી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઑફર્સ હેઠળ સ્માર્ટફોનની કિંમત રૂ. 14,999થી ઘટીને રૂ. 12,999 સુધી થઈ શકે છે.

POCO M6 Pro ફીચર્સ

POCO M6 Proનું ડિસ્પ્લે 6.79 ઇંચ છે અને તેમાં ફુલ HD+ રિઝોલ્યુશન, 90 Hz રિફ્રેશ રેટ અને 240 Hz ટચ સેમ્પલિંગ રેટ છે. હેન્ડસેટ પાછળ 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા છે. કેમેરા સેટઅપમાં 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર પણ છે જે બેકગ્રાઉન્ડને અસ્પષ્ટ કરવામાં મદદ કરે છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.

POCO M6 Pro બેટરી

ઉપકરણ Qualcomm Snapdragon 4 Gen 2 SoC દ્વારા સંચાલિત છે, જે મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ માટે પૂરતી શક્તિ પ્રદાન કરે છે. આ ફોનમાં 5,000mAh બેટરી છે જે આખો દિવસ ટકી શકે તેટલી શક્તિ પ્રદાન કરે છે. POCO M6 Pro MIUI 14 સાથે Android 13 OS પર ચાલે છે.

Related posts

POCOએ લોન્ચ કર્યો તેનો આ ધાસું સ્માર્ટફોન, શાનદાર ડિઝાઈન અને ફીચર્સ તેમને પણ ચોંકાવી દેશે!

Navbharat

રાજ્યના શિક્ષકોને માસ CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય, ૮૭૦૦૦ હજારથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાઈ

Navbharat

ફ્લિપકાર્ટનું લક્ષ્ય 1 લાખથી વધુ મોસમી નોકરીઓનું સર્જન કરવાનું છે

Navbharat