NavBharat
Tech

પોકો સ્માર્ટફોન તેના Poco M6 Pro 5G નવા ફિચર્ચ સાથે કરવામાં આવ્યો લોન્ચ, આ છે ખાસિયત

પોકોના ફોનની બોલબાલા પણ માર્કેટમાં જોવા મળતી હોય છે. ત્યારે તાજેતરમાં જ પોકો દ્વારા નવો સ્માર્ટફોન Poco M6 Pro 5G લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન અત્યારે ઓનલાઈન  અવેલેબલ છે. જેના ફિચર્સ અલગ પ્રકારના છે. જે મોબાઈલ યુઝર્સના વધુ પસંદ આવી શકે છે. અત્યારે એફોર્ડેબલ શ્રેણીના ફોનમાં આ ફોન પણ આવે છે. 

તાજેતરમાં પોકો દ્વારા નવો સ્માર્ટફોન Poco M6 Pro 5G લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે ફોનના 6GB રેમ અને 256 GB વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેની કિંમત 12,999 રૂપિયા છે. ફોનનું પહેલું વેચાણ 29 નવેમ્બર 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થયું છે, પરંતુ ફોનને ફ્લિપકાર્ટ પર 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Poco M6 Pro 5G સ્માર્ટફોન 6.79 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. જો પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં Snapdragon 4 Gen 2 ચિપસેટ સપોર્ટ કરે છે. ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોનમાં 50 મેગાપિક્સલનો કેમેરા સેન્સર છે. સાથે જ ફોનમાં અન્ય 2 મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 8MP ફ્રન્ટ કેમેરા સેન્સર છે. જો બેટરી પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ફોનમાં 5000 mAh બેટરી છે. ફોનમાં ઉત્તમ 5G કનેક્ટિવિટી હશે.

Poco M6 Pro 5G સ્માર્ટફોનનું વેચાણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી છે. ફોનની ખરીદી પર 2000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ફોનને 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

 HDFC અને ICIC બેંકના ક્રેડિટ કાર્ડ પર આ ડિસ્કાઉન્ટ ઓફરનો આનંદ લેવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે Pocoએ પહેલાથી જ Poco M6 Pro 5G સ્માર્ટફોનના બે સ્ટોરેજ વેરિઅન્ટ, 8 GB RAM 64 GB અને 6 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ લૉન્ચ કર્યા છે.

Related posts

શાઓમી ઇન્ડિયાએ મિ ઉજવણી સાથે દિવાળીની શરૂઆત કરી; #TechSeSmartDilSeSmart ઝુંબેશલાઇવથાયછે

Navbharat

AI હવે ફક્ત તમારા ટાઇપને સાંભળીને તમારો પાસવર્ડ ચોરી શકે છે

Navbharat

સેમસંગ BKC લાઇફસ્ટાઇલ એક્સપિરીયન્સ સ્ટોર મુંબઇમાં જિયો વર્લ્ડ પ્લાઝામાં ખુલ્યો; જે AI સક્ષમ કનેક્ટેડ ડિવાઇસ એકપિરીયન્સનું નિદર્શન કરે છે

Navbharat