NavBharat
Tech

POCO C65 લોન્ચ: પાવર અને સ્ટાઈલનું અલ્ટીમેટ ફ્યુઝન – ધ બિગ ડીલનું અનાવરણ!

ટેક્નોલોજીકલ ઇનોવેશનમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલઅગ્રણી ટેક્નોલોજી બ્રાન્ડ POCO દ્વારા આજે
રૂપિયા 7,499* થી શરૂ થતુંતેમનું લેટેસ્ટ ડિવાઇસ POCO C65 લોન્ચ કરવામાં આવ્યું છે. ડિવાઇસને તેના
MediaTek Helio G85 ચિપસેટ સાથે શૈલી અને અસાધારણ પ્રદર્શન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ડિવાઇસની ડિઝાઇન આકર્ષક અને અર્ગનોમિક્સ છે જે ચોકસાઇ સાથે તૈયાર કરવામાં આવી છે અને તે નોચ-ફ્રી
વોટર ડ્રોપ ડિઝાઇન સાથે આવે છે. વધુમાં, POCO C65 ઉમદા6.74-ઇંચ HD+ 90Hz ડિસ્પ્લે ધરાવે છે જે જોવાનો
એક ઉમદા અનુભવ પુરો પાડે છે.
લોંચ પર ટિપ્પણી કરતા, POCO ઇન્ડિયાના કન્ટ્રી હેડ હિમાંશુ ટંડને જણાવ્યું હતું કે, “POCO C65ના લોન્ચ સાથે,
અમારું ધ્યાન પોસાય તેવા સેગમેન્ટમાં અમારી પ્રોડક્ટ લાઇનઅપને સમૃદ્ધ બનાવવા પર છે. આ નવીન પ્રસ્તુતિ
ગ્રાહકોને એક ડાયનેમિક સ્માર્ટફોન પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે સ્ટાઇલ અને પર્ફોર્મન્સનો
સુમેળછે.”
POCO C65 સ્માર્ટફોન ટકાઉપણું, સ્પ્લેશ પ્રતિકાર અને ધૂળથી રક્ષણ માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સાથે આકર્ષક
અને એર્ગોનોમિક ડિઝાઇન ધરાવે છે. તેમાં ઉન્નત સુરક્ષા અને સરળ ઍક્સેસ માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ
સ્કેનર છે. ડિવાઇસ ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ અને સમર્પિત માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સાથે 1TB સુધીના વિસ્તૃત
સ્ટોરેજ વિકલ્પો પ્રદાન કરે છે. તેનું 6.74-ઇંચ HD+ ડિસ્પ્લે 90Hzના મહત્તમ રિફ્રેશ રેટ અને 180Hzના ટચ
સેમ્પલિંગ રેટ સાથે ઉમદા જોવાનો અનુભવ સુનિશ્ચિત કરે છે. MediaTek Helio G85 ચિપસેટ દ્વારા સંચાલિત, તે
લાઈટનિંગ-ફાસ્ટ પ્રોસેસિંગ ઝડપ અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. ડિવાઇસમાં 50MP AI ટ્રિપલ રીઅર કેમેરા,
8MP ફ્રન્ટ કેમેરા, અને ફિલ્મ ફિલ્ટર્સ, નાઇટ મોડ અને વિવિધ ફોટોગ્રાફી ક્ષમતાઓ માટે ઊંડાણ નિયંત્રણ સાથે AI
પોટ્રેટ મોડ છે. તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મજબૂત 5000mAh બેટરી અને ઓડિયો માટે 3.5mm હેડફોન
જેક પણ છે.
બજાર ઉપલબ્ધતા અને કિંમત
POCO C65 પેસ્ટલ બ્લુ અને મેટ બ્લેક કલર સાથે કિંમત રૂપિયા 7,499*થી શરૂ થાય છે. આ સ્માર્ટફોન
4+128GB વેરિઅન્ટ માટે INR 8,499, 6+128GB વેરિઅન્ટ માટે INR 9,499 અને 8+256GB વેરિઅન્ટ માટે INR
10,999માં લૉન્ચ થઈ રહ્યો છે.
સ્પેશિયલ સેલ ડે ઑફર તરીકેગ્રાહકોને રૂપિયા 1000ના આઈસીઆઈસીઆઈ ડેબિટ/ ક્રેડિટ કાર્ડ્સ/ EMI ટ્રાન્ઝેક્શન
અથવા સમકક્ષ એક્ચેન્જ ઑફર સાથે તે અનુક્રમે 4+128GB, 6+128GB અને 8+256GB વેરિયન્ટ માટે INR
7,499, INR 8,499 અને INR 9,999 ની આકર્ષક કિંમતે મળી શકશે.

Related posts

તો શું હવે વોટ્સએપમાં પણ દેખાશે જાહેરાતો! જાણો વોટ્સએપના પ્રમુખે આ અંગે શું કહ્યું?

Navbharat

સેમસંગ BKC લાઇફસ્ટાઇલ એક્સપિરીયન્સ સ્ટોર મુંબઇમાં જિયો વર્લ્ડ પ્લાઝામાં ખુલ્યો; જે AI સક્ષમ કનેક્ટેડ ડિવાઇસ એકપિરીયન્સનું નિદર્શન કરે છે

Navbharat

POCOએ લોન્ચ કર્યો તેનો આ ધાસું સ્માર્ટફોન, શાનદાર ડિઝાઈન અને ફીચર્સ તેમને પણ ચોંકાવી દેશે!

Navbharat