NavBharat
Sport

વર્લ્ડ કપની હારથી હતાશ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા પીએમ મોદી, રવિન્દ્ર જાડેજા અને શમીએ પોસ્ટ કરી તસવીર

વર્લ્ડ કપ 2023ની ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી જતા સમગ્ર વિશ્વમાં તેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાની હારથી ખેલાડીઓ પણ નિરાશ છે. હાર બાદ ભારતીય ખેલાડીઓના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચ્યા હતા. મેચ બાદ પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળ્યા હતા અને તેમનું મનોબળ વધાર્યું હતું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ તેમની સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. 

હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ગયા પીએમ મોદી

અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ ખેલાડીઓ સુધી પહોંચીને તેમનું દર્દ શેર કર્યું અને તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ પણ તમારો સપોર્ટ અમને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઈકાલે ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.

નરેન્દ્ર મોદીએ પણ બે ટ્વીટ કર્યા

વર્લ્ડકપ ફાઈનલ બાદ પીએમ મોદીએ પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ સારી ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.’ ઓસ્ટ્રેલિયાને અભિનંદન આપતા તેમણે લખ્યું કે, ‘વર્લ્ડ કપમાં શાનદાર જીત માટે ઓસ્ટ્રેલિયાને અભિનંદન! સમગ્ર ટુર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું, જે એક શાનદાર વિજય સાથે સમાપ્ત થયું. ટ્રેવિસ હેડને આજે તેના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન.

પીએમએ આપી ટ્રોફી 

નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને વર્લ્ડ કપની ટ્રોફી આપી હતી. વડાપ્રધાન મેચ પૂરી થાય તે પહેલા જ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે દર્શકોની વચ્ચે બેસીને મેચ નિહાળી હતી. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ હતા.

Related posts

રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૫૭ મેડલ જીતીને દાહોદના બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું

Navbharat

ભારત ફાઇનલમાં પ્રવેશતા પાકિસ્તાનને લાગ્યા મરચાં! હવે પાકના આ પૂર્વ ક્રિકેટરે રોહિત શર્મા પર લગાવ્યો આ ગંભીર આરોપ

Navbharat

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર રવી બિશ્નોઈ શું T20 વર્લ્ડ કપમાં થઈ શકે છે સામેલ?

Navbharat