NavBharat
Sport

વર્લ્ડ કપ ફાઇનલની હાર બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા પીએમ મોદી, રોહિત- કોહલીનો હાથ પકડીને કહ્યું- આવું થતું રહે..! વીડિયો આવ્યો સામે

વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ હારી ગઈ હતી. આ સાથે વર્લ્ડ કપ જીતવાનું કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓનું સપનું પણ તૂટી ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. જો કે, મેચમાં ટીમની હાર બાદ તેઓ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથે મુકાલાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર રહ્યા હતા.

ડ્રેસિંગ રુમમાં પીએમ મોદી પહોંચ્યા હોવાનો અને ખેલાડીઓ સાથે મુલાકાત કરવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પીએમ મોદી કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત આખી ટીમને મળે છે અને તેમની પીઠ થપથપાવી તેમનું મનોબળ વધારે છે. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે, તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ફાઇનલમાં હારી ગયા, પરંતુ એવું થતું રહે છે.

રોહિત અને કોહલીનો હાથ પકડીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે,“તમે લોકો 10-10 મેચ જીતીને પાછા આવ્યા છો. આવું થતું રહે છે. દેશ તમને જોઈ રહ્યો છે. મેં બધાને મળવાનું વિચાર્યું હતું.” આ પછી તેમણે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને તેમની પીઠ થપથપાવી. વડાપ્રધાને કહ્યું કે, “તમે સખત મહેનત કરી છે.” ત્યારબાદ પીએમએ રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી. ત્યાર બાદ પીએમ મોદીએ શુભમન ગિલ સાથે હાથ મિલાવ્યો હતો. આ પછી તે મોહમ્મદ શમી પાસે ગયા અને તેને ગળે લગાવી લીધો. પીએમે તેને કહ્યું કે, “તમે આ વખતે ખૂબ સારું કર્યું.” પછી તે જસપ્રિત બુમરાહ પાસે ગયા અને પૂછ્યું કે, શું તે ગુજરાતી બોલે છે? જેના પર બુમરાહે કહ્યું – થોડું થોડું.

વડાપ્રધાને આપ્યું આમંત્રણ

બધાને મળ્યા બાદ પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યું કે, આવું થતું રહે છે. મિત્રો, એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો અને જ્યારે તમે કોઈ દિવસ દિલ્લી આવો ત્યારે જ્યારે તમે ફ્રી હો ત્યારે હું તમારી સાથે બેસીશ. મારા તરફથી આપ સૌને આમંત્રણ છે.

Related posts

ચીન ખાતે એશિયન પેરા ગેમ્સમાં ૬ ગુજરાતી ખેલાડીઓએ ૯ મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ

Navbharat

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનનાર રવી બિશ્નોઈ શું T20 વર્લ્ડ કપમાં થઈ શકે છે સામેલ?

Navbharat

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટ

Navbharat