NavBharat
Tech

ડિજીટલ વ્યાપારની શક્તિને ખોલવામાં નાના બિઝનેસસીને ટેકો આપવા માટે ONDC અને મેટાએ ભાગીદારીનો પ્રારંભ કર્યો

મેટાની બિઝનેસ અને ટેકનિકલ ઉકેલ પ્રદાતાઓની ઇકોસિસ્ટમ મારફતે ONDC અને મેટાએ
નાના બિઝનેસીસને સક્ષમ અને શિક્ષીત કરીને વ્હોટ્સએપ પર ખરીદનાર અને વેચનારના અનુભવને સરળ વાતચીતનું સર્જન કરીને
ડિજીટલ વ્યાપારની શક્તિને ખુલ્લી મુકવા મદદ કરવા માટે આજે ભાગીદારી કરી છે. જેમાં ONDC આ બિઝનેસી ઉકેલ પ્રદાતાઓને
તેઓ ONDC નેટવર્ક પર જે સર્વિસીઝ લાવીને સેલર એપ્સ તરીકે ઉભરી આવવામાં મદદ કરશે અને વ્યાપારને આગળ ધકેલવામાં
મદદ કરશે.
ભાગીદારીની શરૂઆત કરવા માટે હવે પછીના બે વર્ષોમાં પાંચ લાખ MSMEને પણ ડિજીટલી વધારાની કુશળતા મેટા સ્મોલ
બિઝનેસ ઍકેડમી દ્વારા પૂરી પાડવામાં આવશે. દેશભરમાં 1 કરોડ નાના બિઝનેસને વધારાની કુશળતા પૂરી પાડવાની મેટાની
પ્રતિબદ્ધતામાંથી ઉદભવેલ મેટા સ્મોલ બિઝનેસ ઍકેડમી સર્ટીફિકેશન ઓફર કરે છે જેથી ઉદ્યોગ સાહસિકો અને માર્કેટર્સ મેટા એપ્સ
પર વૃદ્ધિ કરવા માટે અગત્યની ડિજીટલ માર્કેટિંગ કુશળતા પ્રાપ્ત કરી શકે.
ONDCના એમડી અને સીઇઓ ટી કોશીએ જણાવ્યું હતુ કે, “ONDC ખાતે, અમે ડિજીટલ ક્ષેત્રને વેગ આપવા અને ડેમોક્રેટીસાઇઝ
કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને તે રીતે અમે MSMEને સશક્ત બનાવવાનો, તેમજ તેમનામાં ડિજીટલ વિઝીબિલીટી ઊભી કરવામાં
મદદ કરીશું અને તેમના બિઝનેસીસને આગળ લઇ જવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. આજે કોઇ પણ બિઝનેસને વૃદ્ધિ કરવા માટે,
તેમના માટે પોતાની જાતનું માર્કેટિંગ કરવાનું અને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવાનું અગત્યનું બની ગયુ છે. અમારી મેટા સાથેની
ભાગીદારી આ બિઝનેસીસને ફક્ત ડિજીટલી વધુ કુશળતા પૂરી પાડવામાં મદદ કરશે એટલુ જ નહી પરંતુ તેમને દૂરના અને વિશાળ
ગ્રાહકો સુધી પણ જોડશે. અમારા સહગોયાત્મક પ્રયત્નો નાના બિઝનેસીસની વૃદ્ધિ માટે યોગ્ય ભાર મુકીને માર્ગ મોકળ કરશે.”
ભારતમાં મેટાના વાઇસ પ્રેસિડન્ટ સંધ્યા દેવનાથનએ ઉમેર્યુ હતુ કે, “ભારતની ડિજીટલ પ્રસ્થાપિતતાની વાર્તા ક્રાંતિકારી ઝડપે અવિરત
રહી છે અને આ વૃદ્ધિ સતત રહેશે, જેના માટે આપણને યોગ્ય એવી ઇકોસિસ્ટમ અને ભાગીદારીની જરૂર છે જે કરોડો નાના
બિઝનેસીસને તેમની ડિજીટલ હાજરીનું નિર્માણ કરવામાં અને વધુ ઊંડી બનાવવામાં મદદ કરશે. દેશભરમા ખાસ કરીને MSME માટે
ડિજીટલ સમાવેશીતાને એડવાન્સ બનાવવામાં મેટા સરકાર અને ઉદ્યોગ સાથે ભાગીદારી કરવામાં આગળ પડતી રહી છે. સરકારના
ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)ના સરકારના સ્વપ્નને ટેકો પૂરો પાડવા માટે અમારી ONDC સાથેની ભાગીદારીનું સર્જન થયુ છે
અને વધુમાં નાના બિઝનેસીસને કૌશલ્ય પૂરું પાડવા માટે અમારા આગળ ધપતી પ્રતિબદ્ધતામાં વધારો કરશે અને આ ઝડપી ડિજીટલ
પ્રસ્થાપિતતા અને દેશની વિકાસ વાર્તામાં મદદ કરશે.”
ભાગીદારીના ભાગરૂપે, મેટા સહાયક, ONDCના વ્હોટ્સએપ ચેટબોટમાં પણ bot પર ઓફર કરવામાં આવતી સેવાઓને વિસ્તત
બનાવવામાં ONDC માટે વિક્રેતા સંદેશાવ્યવહાર અને ગ્રાહક સંદેશાવ્યવહારના સિંગલ પોઇન્ટ તરીકે મદદ કરશે.

ચાલુ વર્ષના પ્રારંભમાં મેટાએ ‘વ્હોટ્સએપ સે વ્યાપાર’ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો જેનો હેતુ વ્હોટ્સએપ બિઝનેસ એપ પર 11
ભારતીય ભાષાઓમાં 29 રાજ્યોમાં 1 કરોડ વેપારીઓની કુશળતા વધારવાનો હતો. આજે વિશ્વમાં 20 કરોડથી વધુ વ્હોટ્સએપ
બિઝનેસ એપના યૂઝર્સ છે અને ભારતમાં 60%થી વધુ લોકો વ્હોટ્સએપમાં બિઝનેસ એકાઉન્ટ ધરાવે છે.

Related posts

Whatsappના યુઝર્સ માટે આવ્યા મોટા અપડેટ! હવે મળશે આ નવું ફીચર, આ રીતે કરશે કામ!

Navbharat

નાસાએ લાલ ગ્રહ પર ઝડપી સ્પિન, ટૂંકા દિવસો શોધ્યા

Navbharat

લ્યો બોલો…હવે X પર ડેટિંગ પણ કરી શકાશે! એલોન મસ્કે આપ્યા સંકેત!

Navbharat