NavBharat
Sport

ફરી એકવાર વિવાદોમાં સપડાયો આ પૂર્વ ભારતીય ક્રિકેટર, હવે લાગ્યો રૂ. 18 લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી અને ફાસ્ટ બોલર એસ. શ્રીસંત ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તર કેરળના એક જિલ્લામાં પોલીસ દ્વારા શ્રીસંત અને તેના બે સહયોગીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. અહેવાલ છે કે કન્નુર જિલ્લાના ચુંડાના એક રહેવાસી અને ફરિયાદીનો આરોપ છે કે રાજીવ કુમાર અને વેંકટેશ કિનીએ કર્ણાટકના કોલ્લુરમાં સ્પોર્ટ્સ એકેડમી ખોલવાના બહાને 25 એપ્રિલ, 2019થી અલગ-અલગ તારીખે તેમની પાસેથી કુલ રૂપિયા 18.70 લાખ લીધા હતા. આ પ્રોજેક્ટમાં શ્રીસંતની પણ ભાગીદારી હતી.

છેતરપિંડીના કેસમાં આરોપી

રિપોર્ટ અનુસાર, ફરિયાદી સરિશ ગોપાલનના જણાવ્યા અનુસાર, તેણે શ્રીસંત સાથે ભાગીદાર બનવાની આશા સાથે ઉક્ત સ્પોર્ટ્સ એકેડમીમાં પૈસા રોક્યા હતા. હવે શ્રીસંત સહિત ત્રણેય વિરુદ્ધ આઈપીસીની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે છેતરપિંડી અને અપ્રમાણિક રીતે સંપત્તિ હડપવા માટે ઉશ્કેરણી સાથે સંબંધિત છે. શ્રીસંત આ કેસમાં ત્રીજા આરોપી તરીકે સૂચિબદ્ધ છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ખેલાડીનો વિવાદો સાથે જૂનો સંબંધ

જણાવી દઈએ કે, શ્રીસંત, જે 2007 T-20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો, તે લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલો છે. IPLની પ્રથમ આવૃત્તિ એટલે કે વર્ષ 2008માં એક મેચ બાદ હરભજન સિંહે તેને થપ્પડ મારી હતી. સાલ 2013માં, IPL દરમિયાન રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે, તેના પર સ્પોટ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો, ત્યારબાદ શ્રીસંત અને તેના અન્ય બે સાથી ક્રિકેટર અજિત ચંદિલા અને અંકિત ચવ્હાણને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. બીસીસીઆઈની તપાસમાં દોષિત ઠર્યા બાદ ત્રણેય પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં BCCIએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષનો કરી દીધો હતો. પ્રતિબંધ હટાવ્યા બાદ તેણે કેરળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહીં.

Related posts

કોન્ટ્રાક્ટ આગળ વધારવાના મૂડમાં નથી રાહુલ દ્રવિડ! ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની રેસમાં આ દિગ્ગજ ખેલાડીનું નામ સૌથી આગળ!

Navbharat

વર્લ્ડ કપ હાર્યા બાદ રોહિત શર્માના આંસુ જોઈને આ વિદેશી ખેલાડીનું પણ છલક્યું દર્દ! કહ્યું- હું અનુભવી શકું છું કે..!

Navbharat

ભારત-આફ્રીકા વચ્ચેની ટી-20 મેચ પહેલા હવામાનને લઈને આવ્યું મોટું અપડેટ

Navbharat