NavBharat
Gujarat

વિશ્વ જમીન દિવસ નિમિત્તે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ

વિશ્વ જમીન દિવસ નિમિત્તે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના ખૂણે ખૂણે પહોંચીને જનહિતકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને લોકોના જીવનને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરીને તેમના જીવનમાં અજવાસ પાથરવાનું કાર્ય કરી રહી છે.
ગાંધીનગર જિલ્લાના ગામો પણ યોજનાકીય લાભો આપવામાં સેચ્યુરેશન સુધી પહોંચે તે માટે માણસા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અલુવા અને અમરાપુર ગામે આવી પહોંચી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગામની દીકરીઓ દ્વારા કંકુ તિલક કરીને ગ્રામજનોના ઉત્સાહ વચ્ચે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને કંકુ તિલક કરીને વધાવ્યો હતો. તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષિત યુવાઓ અને શિક્ષિત દીકરીઓ વિકસિત ભારતનું નિર્માણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામનો પ્રત્યેક વ્યક્તિ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે ગામના શિક્ષિત યુવાઓ યોજનાકીય લાભો અપાવવા આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાય. તેમણે આયુષ્યમાન કાર્ડ, કિસાન સમ્માન નિધિ યોજનાઓની માહિતી આપતા ગ્રામજનોને ચૂક વિના દરેક યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે અમરાપુર ગામ સુધીનો નવો પાકો આરસીસી બનાવી આપવા કહ્યું હતું. તેમજ ગામમાં ઘરેલુ ગેસ પાઈપલાઈન નખાવી આપવા પણ કહ્યું હતું.

વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રી વિનય ગોર દ્વારા જમીન સુધારણા માટે ઉપસ્થિત સૌ ખેડૂતો મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ટાળીને જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરના ચેતનાબેન નાયી તરફથી મહિલાઓને ઘરેલુ હિંસા, પજવણી વગેરે અડચણો વખતે સખી વન સ્ટોપ સેન્ટરની મદદ લેવા અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ તરફથી સુરભી મેકવાને આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને આવનારી પેઢીને ફળદ્રુપ જમીન વારસામાં મળે તે માટેની જાગૃતિ માટે ‘ધરતી કહે પુકાર કે’ નાટકની સુંદર રજુઆત કરાઇ હતી. કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે લાભાન્વિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ૨૦૪૭ સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા પોતાનું યોગદાન આપવા શપથ લીધા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદેશ્ય ભારતના ગામડાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે ત્યારે નાગરિકો પણ આ યોજનાઓથી માહિતગાર થાય તે જરૂરી છે. તે માટે માણસા તાલુકા પંચાયતની આરોગ્ય, ખેતી, શિક્ષણ, વગેરે શાખાઓ દ્વારા વિવિધ યોજનાઓના સ્ટોલ દ્વારા ઉભા કરાયા હતાહતા જેનો ગ્રામજનોએ બહોળો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી જયદીપ પટેેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, વહીવટદાર પદ્મિનીબેન રાઠોડ, તલાટી મંત્રી, શિક્ષકો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નિર્મિત ‘ યુએન વૉટર કોન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યું

Navbharat

‘વિકસિત ભારત’ એ માત્ર શબ્દો નહીં પરંતુ 70 કરોડથી વધુ ગરીબોને સશક્ત અને સૌની સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર –  અમિતભાઇ શાહ

Navbharat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં

Navbharat