NavBharat
Gujarat

દિવાળી નિમિત્તે નાગરિકોની મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકારે વધુ 25 એસ.ટી બસોની આપી ભેટ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઊભી કરવાના હેતુંથી પાંચ સ્લીપર કોચ અને 20 સીટિંગ બસોનું રાજ્યના ગૃહ તેમ જ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી.

ગૃહમંત્રીએ બસોનું નિરીક્ષણ કર્યું

આ પ્રસંગે ગૃહમંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે, તહેવારોમાં લોકોની યાત્રા સુખદ રહે તે માટે રાજ્યનો માર્ગ અને પરિવહન વિભાગ સતત પ્રયત્નશીલ છે. સાથે તેમણે તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરતા એસ.ટી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમ જ લોકોની સુખાકારી માટે તહેવારો સમયે પોતાની ફરજ નિભાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે.એસ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ગુજરાત એસટી નિગમના એમ.ડી એન. એ. ગાંધી તથા ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફ મેમ્બર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મોડાસા-શામળાજી રોડ નજીક ચાલતા જતા શખ્સ પાસેથી દારૂની 8 બોટલ મળી, સુરત ઘરે પ્રસંગ હોવાથી રાજસ્થાનથી લઈ જતો હતો

Navbharat

અમેરિકાના લોકો નિયમિતપણે ખાય છે ગુજરાતમાં તૈયાર થતો ઔષધીય પાક ઇસબગુલ

Navbharat

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારનો વધુ એક માનવીય અભિગમ: શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર

Navbharat