NavBharat
Business

ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ આવતા વર્ષે માર્કેટમાં આવી શકે છે, લાંબા સમય બાદ ઓટો કંપનીનો IPO આવશે

ઓટોમોબાઈ ઈન્ડસ્ટ્રીના મોટા સમાચાર સામે આવ્યા છે. ઓલા આઈપીઓ લાવશે આ આઈપીઓ ઓટો મોબાઈલ ક્ષેત્રે 20 વર્ષમાં પ્રથમ વખત હશે. એવું માનવામાં આવે છે કે તેનો આઈપીઓ 2024ની શરૂઆતમાં બજારમાં પ્રવેશ કરશે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓનું કદ મોટું હશે. ખાસ કરીને મોટી સંખ્યામાં ઓલાના ટૂ વ્હીલર લોકો ખરીદી રહ્યા છે. ઓટો કંપની ઓલા ઈલેક્ટ્રિક પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. 

 
લગભગ 20 વર્ષના લાંબા સમય પછી કોઈ ઓટો કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલો પહેલો IPO હશે. ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના આઈપીઓ માટે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને હવે તેના સંબંધમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ આવતા વર્ષે માર્કેટમાં આવી શકે છે. આ IPO નવા ઇક્વિટી શેર્સ તેમજ ઓફર ફોર સેલ શેર્સનું સંયોજન હશે. અગાઉ વર્ષ 2003માં કાર ઉત્પાદક મારુતિ સુઝુકી દ્વારા IPO લાવવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, કંપની ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થનારી પ્રથમ પ્યોર પ્લે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક બનવાની પણ અપેક્ષા છે. આ વર્ષે ઓક્ટોબર 2023માં કંપનીએ ઈક્વિટી અને ડેટ દ્વારા 3200 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
 
ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિકે પણ આઈપીઓની તૈયારીના ભાગરૂપે મોટો ફેરફાર કર્યો છે. બદલાવ પછી, ઓલા ઈલેક્ટ્રિક હવે પ્રાઈવેટ લિમિટેડ કંપની નથી રહી, પરંતુ હવે તે પબ્લિક લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ છે. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઓટો નિર્માતા કંપનીનો આ પહેલો IPO હશે. આ EV મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO દેશના ટોચના 15 IPOમાં સામેલ થશે જેની કદ $1 બિલિયન છે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓની કિંમત લગભગ 8500 કરોડ રૂપિયા અથવા લગભગ એક અબજ ડોલર હોઈ શકે છે. ઓલા ઈલેક્ટ્રીકનો આઈપીઓ કદના હિસાબે દેશના ટોપ 15 ઈસ્યુમાં સામેલ થશે. . 

Related posts

જેટ ફ્યુઅલના ભાવમાં 8.5%નો વધારો

Navbharat

વેદાન્તાનો Q1FY24 કોન્સોલિડેટેડ PAT રૂ. 2640 કરોડ

Navbharat

ઇન્ડસઇન્ડ બેંકના Q3 પરિણામો

Navbharat