NavBharat
Sport

અલ્ટીમેટ ખો-ખો (સિઝન-2): ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનૉટનો દમદાર પ્રારંભ

અલ્ટીમેટ ખો-ખોની બીજી સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનૉટ અને રાજસ્થાન વૉરિયર્સ વચ્ચે જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઓડિશાએ જીત હાંસલ કરી. લીગની પ્રથમ સિઝનમાં જીતનાર ઓડિશાની ટીમે રાજસ્થાન વૉરિયર્સને 35-27થી હરાવ્યું હતું.
અક્ષય મસાલે ઓડિશા જગરનૉટ માટે 8 પોઈન્ટ સ્કોર કર્યા હતા જ્યારે રોહન શિંગાડે, અવિનાશ દેસાઈ અને ગૌથમ એમકે એ મેટ પર 4 મિનિટથી વધુનો સમય પસાર કરી પોતાની ટીમને જીત તરફ દોરી હતી. પ્રારંભિક મેચમાં તમામ 6 ફ્રેન્ચાઈઝના માલિક કે તેમના પ્રતિનિધિઓની સાથે ભારતીય મહિલા ટીમની કેપ્ટન નસરીન શેખ તથા મિસ ઈન્ડિયા 2020 રનર અપ માન્યા સિંહ હાજર રહી હતી. આ ઉપરાંત લીગ તથા ફેડરેશનના મહાનુભાવો હાજર રહ્યાં હતા. રાજસ્થાન વૉકિયર્સ સોમવારે ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ રમશે, જ્યારે ચેન્નાઈ ક્વિક ગન્સ તેલુગુ યોદ્ધાઝ સામે ટકરાશે.રાજસ્થાનને 35-27થી હરાવ્યું

Related posts

‘ટાઇમ આઉટ’ મામલે એન્જેલો મેથ્યુઝના સમર્થનમાં આવ્યો આવ્યો ભજ્જી, કહ્યું- આ ક્રિકેટ છે, મજાક નથી…!

Navbharat

ભારત સામેની ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટનની હુંકાર, કહ્યું- અમે ભારતનો સામનો કરવા…!

Navbharat

બીચ ગેમ્સ 2024 દીવ

Navbharat