NavBharat
Education

NSDC ઇન્ટરનેશનલે યુરોપમાં ટ્રેલર ડ્રાઇવરોના કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ માટે એનીવ્હેર જોબ્સ અને કાર્ગો ગો સાથે ભાગીદારી કરી

કૌશલ્યપૂર્ણ ભારતીયો માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલવાના
વિઝન સાથે NSDC ઇન્ટરનેશનલ (NSDCI), એનીવ્હેર જોબ્સ (AnywhereJobs), જે એક
કૌશલ્ય અને રોજગાર પ્લેટફોર્મ છે અને કાર્ગો ગો (CargoGo), જે યુરોપની એક અગ્રણી
લોજિસ્ટિક કંપની છે, આ બંને સાથે ભાગીદારી કરી રહી છે, જેથી મહત્વાકાંક્ષી ટ્રેલર ડ્રાઇવરોને
યુરોપમાં કામ કરવા માટે જરૂરી કૌશલ્ય અને તકો સાથે સક્ષમ બનાવી શકાય. NSDC
ઇન્ટરનેશનલ એ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) ની 100% સબસાઇડરી કંપની
છે, જે સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલના ઉદ્દેશોને સક્ષમ કરે છે.
NSDCI, AnywhereJobs અને CargoGO વચ્ચેની ભાગીદારીનો ઉદ્દેશ્ય કુશળ ટ્રેલર ડ્રાઇવરો
અને યુરોપિયન માર્કેટમાં ટ્રાન્સપોર્ટેશન પ્રોફેશનલ્સની વધતી જતી માંગ વચ્ચેના અંતરને પૂર્ણ
કરવાનો છે. યુરોપીયન ધારાધોરણો અને કોડ-95 પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રથમ ડ્રાઈવર
ટ્રેનિંગ સ્કૂલ 18 સપ્ટેમ્બર 2023ના રોજ અજમેરમાં ખુલશે, જેમાં ત્રણ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ
કરતા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉદ્ઘાટન સમારોહમાં યુરોપ માટે રાજસ્થાનથી 20
ડ્રાઇવરોની એક બેચને નિયુક્ત કરવા માટે એક ભરતી અભિયાન પણ ચલાવવામાં આવશે.
19 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં NSDC હેડક્વાર્ટર ખાતે NSDC ના CEO અને
NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર (MD) શ્રી વેદમણિ તિવારી, એનીવ્હેર જોબ્સના
સ્થાપક અને સીઇઓ શ્રી દીપક ગર્ગ અને કાર્ગો ગોના ચીફ ડ્રાઇવર્સ ઓફિસર શ્રી પ્રણસ
પેરનારવિસિયસની ઉપસ્થિતિમાં એગ્રીમેન્ટ સાઇનિંગ સમારોહ યોજાશે.
આ ભાગીદારી વિશે વાત કરતા NSDC ના CEO અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ
ડાયરેક્ટર (MD) શ્રી વેદમણિ તિવારીએ કહ્યું, “ઈન્ટરનેશનલ રોડ ટ્રાન્સપોર્ટ યુનિયન (IRU)
મુજબ, વિશ્વમાં 2.6 મિલિયન ટ્રક ડ્રાઈવરોની અછત જોવા મળી રહી છે, જે ભારતના ઉચ્ચ
કૌશલ્યપૂર્ણ ટ્રક ડ્રાઇવરોના સપ્લાય દ્વારા પૂરી કરી શકાય છે. અને આપણા યુવાનો અને
મહત્વાકાંક્ષી કાર્યબળ માટે આ ખરેખર એક મોટી તક છે.

NSDCI ખાતે, વિદેશી તકો માટે અમારા વિશ્વસનીય ભાગીદારો સાથે સક્ષમ સિસ્ટમો
બનાવવાનો અમારો પ્રયાસ છે. અમે વિવિધ વ્યાપારોમાં વૈશ્વિક નોકરીની જરૂરિયાતોનું
સક્રિયપણે મેપિંગ કરી રહ્યા છીએ, તેને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે બેન્ચમાર્ક કરી રહ્યા
છીએ અને એ રીતે વિશ્વની અર્થવ્યવસ્થાઓની મદદ કરી રહ્યા છીએ. અમારા અનુભવી
ભાગીદારો- એનીવ્હેર જોબ્સ અને કાર્ગો ગો સાથેના આ સહયોગથી અમે એક એવી
ઇકોસિસ્ટમની કલ્પના કરી રહ્યા છીએ જ્યાં અમારા કુશળ ઉમેદવારોને યુરોપિયન બજારોમાં
ભરપૂર સંભાવનાઓ ઉપલબ્ધ થશે, જે તેમના કૌશલ્ય અને આજીવિકામાં વધારો કરશે.”
આ ડેવલપમેન્ટ વિશે વાત કરતા એનીવ્હેર જોબ્સના સ્થાપક અને સીઇઓ શ્રી દીપક ગર્ગે
જણાવ્યું કે, “પહેલા રિવિગો અને હવે એનીવ્હેર જોબ્સના ભાગરૂપે અમે છેલ્લા 10 વર્ષોથી
ભારતીય ટ્રક ડ્રાઈવરો સાથે જે કામ કરી રહ્યા છીએ તેના પર અમને ગર્વ છે. એનીવ્હેર જોબ્સ
એ એ હજારો ડ્રાઇવરોને યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં કૌશલ્ય અને પ્લેસમેન્ટ
મેળવવામાં મદદ કરતું પ્લેટફોર્મ છે. NSDCI અને કાર્ગો ગો અમારા લાંબા સમયથી ભાગીદારો
છે અને અમે આ વર્ષે કાર્ગો ગોના યુરોપ ઓપરેશન્સ માટે 50 થી વધુ ડ્રાઇવરોને કૌશલ્યપૂર્ણ
બનાવ્યા છે અને તેમનું પ્લેસમેન્ટ કર્યું છે.”
કાર્ગો ગોના ચીફ ડ્રાઇવર્સ ઓફિસર શ્રી પ્રણસ પેરનારવિસિયસે જણાવ્યું, “અમને યુરોપ માટે
ભારતીય ડ્રાઇવરોની ભરતી કરવાનો સારો અનુભવ છે. અમે એનીવ્હેર જોબ્સ સાથેની અમારી
ભાગીદારીથી ખુશ છીએ, જેમણે ભારતમાંથી ડ્રાઇવરોને હાયર કરવામાં અમારી મદદ કરવા
વ્યવસાયિક રીતે કામ કર્યું છે. અમે NSDCI સાથે ભાગીદારીમાં અજમેર ડ્રાઇવર ટ્રેનિંગ સ્કૂલ
દ્વારા ભારતીય યુવાનોને મદદ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે આતુર
છીએ.”

Related posts

સીયુજીના ડો.આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સની બીજી બેચનું ઉદ્ઘાટન

Navbharat

CTET જાન્યુઆરી પરીક્ષા માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, અહીં કરો એપ્લાય, જાણો ફી વિશે!

Navbharat

આવકવેરા રીટર્ન માર્ગદર્શિકા – વિગતો તમારે જાણવી જોઈએ

Navbharat