NavBharat
Tech

લ્યો બોલો…હવે X પર ડેટિંગ પણ કરી શકાશે! એલોન મસ્કે આપ્યા સંકેત!

જ્યારથી એલોન મસ્કે ટ્વિટરને પોતાના સંચાલન હેઠળ લીધું છે. ત્યારથી તેમાં સતત નવા ફેરફાર જોવા મળી રહ્યા છે. પહેલા એલોન મસ્કે તેનું નામ બદલીને X કર્યું છે. ત્યારે હવે X સુપર એપ બનવા જઈ રહી છે. X માલિક એલોન મસ્ક પહેલાથી જ X પર ઑડિઓ અને વીડિયો કૉલિંગને સપોર્ટ કરે છે. આ સિવાય તમે માત્ર X પર જ લાંબી પોસ્ટ કરી શકો છો. ઉપરાંત, X પર જોબ સર્ચ ફીચર પણ આવવાનું છે.

ત્યારે હવે એવા સમાચાર છે કે એલોન મસ્ક તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ડેટિંગ એપ્સ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યો છે. એક સમય હતો જ્યારે ટ્વિટરને માઇક્રોબ્લોગિંગ સાઇટ કહેવામાં આવતું હતું, પરંતુ હવે નામની સાથે સાથે બધું બદલાઈ રહ્યું છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ હવે સુપર વન બનવા માટે તૈયાર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કે કહ્યું છે કે ટૂંક સમયમાં જ X પર ડેટિંગ શક્ય બનશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એલોન મસ્કના જણાવ્યા અનુસાર, X એ લોકો સાથે જોડાવા માટે શ્રેષ્ઠ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જો તમે તમને ગમતી વ્યક્તિ સાથે જોડાઓ છો, તો તમે આ વર્ચ્યુઅલ કનેક્શનને ડેટિંગ ટેબલ પર લઈ શકો છો. અહેવાલ મુજબ, એલોન મસ્કે કહ્યું છે કે X ટૂંક સમયમાં LinkedIn, YouTube, FaceTime અને અન્ય ડેટિંગ એપ્સ સાથે સ્પર્ધા કરશે.

Related posts

સેમસંગ BKC લાઇફસ્ટાઇલ એક્સપિરીયન્સ સ્ટોર મુંબઇમાં જિયો વર્લ્ડ પ્લાઝામાં ખુલ્યો; જે AI સક્ષમ કનેક્ટેડ ડિવાઇસ એકપિરીયન્સનું નિદર્શન કરે છે

Navbharat

ઓપનએઆઈ GPT-4ને સામાન્ય રીતે ઉપલબ્ધ બનાવે છે

Navbharat

Vivoના આ ફોન પર તમને મળી રહી છે મોટી ડિસ્કાઉન્ટ ડીલ! જાણો વિગત

Navbharat