NavBharat
Business

આવતા સપ્તાહમાં જાણો ચૂંટણીઓના પરીણામો પહેલા શું રહી શકે છે શેેરબજાર હાલ

શેરબજારમાં એક્ઝિટ પોલના કારણે શુક્રવારે સતત ચોથા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. હવે સૌ કોઈ 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ ચૂંટણી પરિણામોની અસર સોમવારે શેરબજાર પર જોવા મળી શકે છે. શેરબજારના રોકાણકારો માટે પણ આ ચિંતાનો વિષય છે. 4 ડિસેમ્બરે ગણતરીના દિવસે શેરબજારમાં વધારો થશે કે ઘટાડો થશે તે અંગે રોકાણકારો વિચારી રહ્યા છે.

એક્ઝિટ પોલના પરિણામો બાદ ગઈકાલે એટલે કે 1લી ડિસેમ્બરે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને નિફ્ટી શરૂઆતના ટ્રેડિંગમાં રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. જ્યારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 308.52 પોઈન્ટ વધીને 67,296.96 પર અને નિફ્ટી 96.1 પોઈન્ટ વધીને 20,229.25 પર બંધ રહ્યો હતો. બાદમાં નિફ્ટી 20,245.20ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

આ શેરોમાં જોવા મળી હતીત હરકત 

સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, સન ફાર્મા, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં વધારો થયો હતો.
તે જ સમયે, વિપ્રો, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાઇટન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ખોટમાં હતા.

વિદેશના બજારોના રહ્યા હતા આ હાલ

અન્ય એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ, હોંગકોંગના હેંગસેંગ, દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી ખોટમાં હતા. યુએસ બજારો મોટે ભાગે હકારાત્મક વલણ સાથે બંધ થયા હતા.

અગાઉ શું રહ્યા હતા હાલ-ચાલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ વર્ષ 2008માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. મત ગણતરી 11 ડિસેમ્બર 2008ના રોજ થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવીને છત્તીસગઢ, રાજસ્થાન અને એમપીમાં સરકાર બનાવી છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ એક જ દિવસે ઇન્ટ્રાડે લગભગ 500 પોઇન્ટ ઘટ્યો હતો. જો કે સાંજ સુધીમાં શેરબજારમાં રિકવરી જોવા મળી હતી.

Related posts

ટાઇટન કંપનીનો Q1 નફો રૂ. 777 કરોડ પર; મજબૂત આવક પર ટોપલાઈન 19% ઉછળે છે

Navbharat

બૂટ સ્પેસ પર બાંધછોડ કર્યા વિના ટાટા મોટર્સ દ્વારા તેના નવા iCNG પોર્ટફોલિયો સાથે સીએનજી બજારમાં ક્રાંતિ લાવી દીધી

Navbharat

HDFC બેંક Q2 પરિણામો

Navbharat