NavBharat
Entertainment

‘ટાઈગર 3’નો નવો પ્રોમો થયો રિલીઝ, વિલનના રોલમાં ખતરનાક દેખાયો ઇમરાન હાશમી, આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ!

બોલિવૂડ દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’નો નવો અને ધમાકેદાર પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો ફિલ્મના ભયાનક અને ખતરનાક વિલન આતિશના રોલમાં ઈમરાન હાશ્મીના ડાયલોગથી શરૂ થાય છે. આ એક્શન પ્રોમોમાં, એક દુષ્ટ માસ્ટરમાઈન્ડ આતિશ સુપર એજન્ટ ટાઈગરને ધમકાવતો જોવા મળે છે. આ નવો પ્રોમો ચોંકાવનારો છે જેમાં વિલન ઈમરાન તેના ખતરનાક લુકમાં ‘ટાઈગર’ સાથે પંગો લેતા નજરે પડી રહ્યો છે.

આ નવા પ્રોમોની શરૂઆત ઈમરાનથી થાય છે, જેમાં આતિશ કહી રહ્યો છે કે, ‘હવે મારો વારો છે, આ વખતે તું હારશે ટાઈગર, હું ભારતનું અસ્તિત્વ વિશ્વના નકશા પરથી ભૂંસી નાખીશ. હું ટાઈગરને વચન આપું છું.’ આ પછી ટાઈગર અને ઝોયાના વિસ્ફોટક એક્શન સીન જોવા મળે છે. આ રોલમાં ઈમરાન એકદમ અલગ અને પાવરફુલ દેખાઈ રહ્યો છે.

સલમાન ખાનના ડાયલોગ થયા ફેમસ

આ પછી, તેને સલમાન ખાન એટલે કે ટાઈગર તરફથી જવાબ પણ મળે છે, જેમાં તે કહે છે, ‘સબ ઠીક કિયા તુમને, એક બાત ભૂલ ગયે, જબ તક ટાઇગર મરા નહીં તબ તક ટાઇગર હારા નહીં’. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દિવાળી પર 12 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 5 નવેમ્બર રવિવારથી શરૂ થવા જઈ રહ્યું છે.

Related posts

આ વર્ષે અમદાવાદની નવરાત્રિને રોશન કરવા મા શક્તિ સંધ્યા રાસ-ગરબા

Navbharat

રિયા ચક્રવર્તીની ગેન્ગના વાશુ જૈને MTV રોડીઝ- કર્મ યા કાંડ સ્પર્ધા જીતી!!

Navbharat

રશ્મિકા મંદન્ના પછી હવે અભિનેત્રી કાજોલ બની DeepFake વીડિયોનો શિકાર, ફેન્સમાં આક્રોશ

Navbharat