NavBharat
Education

ઇન્ડિયા સ્કિલ્સ 2023-24: રાષ્ટ્રીય સ્પર્ધા વિવિધ પ્રતિભાઓને પ્રદર્શિત કરશે અને કૌશલ્યના ધોરણોને ઉન્નત કરશે

કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) હેઠળ કાર્યરત નેશનલ સ્કિલ
ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) ઇન્ડિયા સ્કિલ્સ 2023-24ની મેગા કોમ્પિટીશનના આયોજન
માટે તૈયાર છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી લાખો ઉમેદવારો સહભાગી થશે.
ઇન્ડિયા સ્કિલ્સ સ્પર્ધાને વૈશ્વિક માપદંડો સાથે તાલીમના ધોરણોને સંરેખિત કરવા માટે ડિઝાઇન
કરવામાં આ છે, જે વિવિધ ઉદ્યોગો સાથે તાલમેલને પ્રોત્સાહન આપે છે. સહભાગીઓ બહુવિધ
સ્તરો પર સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થશે, જેમકે જિલ્લા, રાજ્ય, પ્રાદેશિક અને છેલ્લે રાષ્ટ્રીય
સ્તરે પસંદગી પામેલા ઉમેદવારને 2024માં ફ્રાન્સના લિયોન ખાતે વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં
ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
આ ભવ્ય કાર્યક્રમ માટે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ વેબસાઈટ પર નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ
છે, જેમાં દેશભરના ઉમેદવારોને તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવા આમંત્રિત કરવામાં
આવ્યા છે. કૌશલ્ય શ્રેષ્ઠતાનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી આ સ્પર્ધા યુવા સ્પર્ધકો માટે નવી
ઊંચાઈઓ સુધી પહોંચવા અને તેમના જુસ્સાને વ્યવસાયમાં રૂપાંતરિત કરવા માટે એક
પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
NSDC ઇન્ટરનેશનલના MD અને NSDCના CEO વેદમણિ તિવારીએ ઉભરતા વ્યાવસાયિકોની
કારકિર્દીને આગળ વધારવામાં ઇન્ડિયા સ્કિલ્સની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે પ્રતિભાગીઓને
તેમની કુશળતાને સંપૂર્ણતા સાથે પ્રદર્શિત કરવાની તક આપવા માટે સ્પર્ધાના મહત્વ વિશે વાત
કરી.
વધુમાં, ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન સરકારો, ઉદ્યોગો અને શિક્ષણવિદો વચ્ચે કૌશલ્યના અંતરને
દૂર કરવામાં અને યુવાનોને સતત વિકસતા જોબ માર્કેટ માટે તૈયાર કરવામાં, તેમને યોગ્યતા,
શ્રેષ્ઠતા અને ઉત્પાદકતાના વૈશ્વિક-સ્તરના ધોરણો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહભાગીઓ વિવિધ ડોમેન્સમાં 61 કૌશલ્યોમાં સ્પર્ધા
કરશે, જેમાં કન્ટ્રક્શન અને બિલ્ડિંગ ટેક્નોલોજી, ઓટોમોટિવ ટેક્નોલોજી, ફેશન ટેક્નોલોજી,
માહિતી અને સંચાર ટેક્નોલોજી, મેન્યુફેક્ચર અને એન્જિનિયરિંગ ટેક્નોલોજી, સામાજિક અને

વ્યક્તિગત સેવાઓ તેમજ ઈન્ડસ્ટ્રી 4.0 અને

સાયબર સુરક્ષાના ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
કૌશલ્યોની આ સ્પર્ધા આપણા યુવાનોની કારકિર્દીને આકાર આપવાની સાથે સરકારો, ઉદ્યોગના
દિગ્ગજ લોકો અને શિક્ષણવિદો વચ્ચે સહયોગ માટે પણ પાયો નાખે છે. આ સ્પર્ધાની જાહેરાત
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા 17
ઓક્ટોબર, 2023 ના રોજ કરવામાં આવી હતી. રાજ્ય સરકારો, કંપનીઓ, સેક્ટર સ્કિલ
કાઉન્સિલ (SSCs), સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન (SSDM), કોર્પોરેટ અને ભાગીદાર
સંસ્થાઓના સમર્થન સાથે આ સ્પર્ધાનું દ્વિવાર્ષિક આયોજન થાય છે.
દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા તરીકે ઓળખાતી ઇન્ડિયા સ્કિલ્સ, કૌશલ્યના ઉચ્ચતમ ધોરણો
દર્શાવવા માટે તૈયાર છે અને યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પ્રદાન કરે છે.
ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવાની ક્ષમતા સાથે, ઇન્ડિયા સ્કિલ્સ 2023-24 દેશના સ્કિલ લેન્ડસ્કેપ
માટે મહત્વપૂર્ણ છે.

Related posts

સીએસઆઈઆર યુજીસી નેટ માટે આજે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકે છે ફેરફાર, આજનો દિવસ છે અંતિમ 

Navbharat

તાન્ઝાનિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ડો. સામિયા સુલુહુ હસનને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત

Navbharat

Byjus બેંગલુરુમાં તેની સૌથી મોટી ઓફિસ જગ્યા ખાલી કરવાનું શરૂ કરે છે

Navbharat