NavBharat
Business

આધાર કાર્ડમાં આટલી વાર બદલી શકાય છે નામ અને જન્મ તારીખ, જાણો શું કહે છે નિયમ?

આધાર કાર્ડ એ દરેક ભારતીયની આગવી ઓળખ દર્શાવતો મહત્ત્વનો દસ્તાવેજ છે. તેના વિના સરકારી યોજનાઓનો લાભ લેવો, બેંક ખાતું ખોલાવવું, કોલેજમાં એડમિશન લેવું, લોન માટે અરજી કરવી કે મકાન ખરીદવું જેવા કાર્યો કરવા અશક્ય બને છે. જો તમારી સાથે જોડાયેલી માહિતી આધાર કાર્ડમાં ખોટી રીતે દાખલ કરવામાં આવી છે, તો તમારું કામ અધવચ્ચે જ અટકી શકે છે. પછી તે જન્મ તારીખ હોય કે પછી તમારું નામ બદલવું હોય, દરેક માટે કેટલાક નિયમો છે. તમે વારંવાર આધાર કાર્ડ અપડેટ કરી શકતા નથી, તેની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે તમારા આધારમાં તમારી જન્મ તારીખ અથવા તમારું નામ અપડેટ કરવા માંગો છો, તો અમે તમને તેના માટેના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ.

શું કહે છે નિયમ?

કોઈપણ આધાર કાર્ડ ધારક તેના જીવનમાં માત્ર બે વાર તેનું નામ બદલી શકે છે. આ સિવાય આધાર કાર્ડમાં જન્મતારીખ વિશે પણ માહિતી આપવામાં આવી છે. જન્મતારીખમાં ફેરફાર જીવનમાં માત્ર બે વાર જ કરી શકાય છે. આધાર કાર્ડમાં લિંગ અપડેટ કરવાની સુવિધા માત્ર એક જ વાર આપવામાં આવે છે. UIDAI આ બધી માહિતી અપડેટ કરવાની મર્યાદા નક્કી કરે છે. આ અંગેની વધુ માહિતી તમે UIDAIની સત્તાવાર વેબસાઇડ પરથી જાણી શકો છો.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર કોઈ ફેરફાર શક્ય નથી

આધાર કાર્ડમાં કોઈપણ માહિતી અપડેટ કરવા માટે આધાર કાર્ડમાં સાચો મોબાઈલ નંબર હોવો જરૂરી છે. આધાર કાર્ડમાં ફેરફાર કરતી વખતે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ OTP દાખલ કર્યા વિના, નામ, સરનામું વગેરે જેવી કોઈપણ માહિતી અપડેટ કરવી શક્ય નથી.

Related posts

રિલાયન્સ રિટેલ ઇક્વિટી શેર મૂડી ઘટાડશે, નોન-પ્રમોટર શેર્સ રદ કરશે

Navbharat

લાઇઝોલના #નોમોરહાફટ્રુથ્સ અભિયાને ફીનાઇલ અંગેની ખોટી માન્યતાઓને તોડી; સોશિયલ મીડિયા પર 800 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મેળવીને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો લાઇઝોલે પોતાના ઉત્પાદનો મારફતે શાળાઓ અને રસોડાના ફ્લોરની સફાઈને સુવિધાજનક બનાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ સાધ્યો

Navbharat

મોદી સરકારનો મહત્ત્વનો નિર્ણય, PMGKAY યોજના હેઠળ હવે વધુ 5 વર્ષ સુધી મળશે મફત રાશન, કેબિનેટે આપી મંજૂરી

Navbharat