NavBharat
Entertainment

ભારતના સૌથી મોટા રૅપ જંગનું પુનરાગમન! પોકો ‘MTV હસલ 03 રિપ્રેઝેન્ટ’ નવી બ્લોકબસ્ટર સીઝમ માટે સુસજ્જ!

ભારતના પથદર્શક રૅપ રિયાલિટી ટેલિવિઝન શોએ પાવર-પેક્ડ નવી સીઝન માટે પુનરાગમન કર્યું
છે!સંપૂર્ણ સુસજ્જ પોકો MTV હસલ 03 રિપ્રેઝેન્ટ, કો-પાવર્ડ બાય ગોવો સાઉન્ડબાર્સ, ટી-સિરીઝ, વાઈલ્ડસ્ટોન અને એપ્પી ફિઝ
મ્યુઝિક, ટેલેન્ટ અને એન્ટરટેઈનમેન્ટના 3Xની મંત્રમુગ્ધ કરનારી લહેર લાવવા માટે સુસજ્જ છે! સોનિક રિવોલ્યુશન ભારતના દરેક
ખૂણામાંથી અભૂતપૂર્વ રૅપ સાઉન્ડ્સ લાવવા માટે સુસજ્જ છે, જેનું પ્રસારણ 21 ઓક્ટોબરથી થશે અને તે પછી દરેક શનિવાર અને
રવવિરે સાંજે 7.00 વાગ્યાથી, MTV અને JioCinema પર.
દેશના યુવાનોનું પ્રતિનિધિત્વ કરતાં આ સીઝનની દાખલારૂપ હાકલ છે, ‘ઈન્ડિયા અબ તુમ્હારી બારી’, જે દરેકને તેમની વિચારધારા,
માન્યતાઓ, ઈશ્યુઝ, મ્યુઝિક, પેશન, કલ્ચર, હૂડ, સ્ટોરીઝ અને આઈડેન્ટિટીની ગર્વથી ઉજવણી કરવા માટે અનુરોધ કરે છે. MTV હસલ
03 રિપ્રેઝેન્ટ દેશી હિપ-હોપને વૈશ્વિક નકશા પર મૂકલા કલ્ચર કેટલિસ્ટ તરીકે MTV પર ભાર આપવા માટે સુસજ્જ છે!
આની આગેવાની ફરી એક વાર બીજું કોઈ નહીં પણ વૈશ્વિક રૅપ સુપ્રીમો બાદશાહ કરશે. ટેલેન્ટને નિખારવા અને ઉદ્યોગ તૈયાર
વ્યાવસાયિકો નિર્માણ કરવા માટે નામાંકિત ભારતીય રૅપ પાવરહાઉસ અને સ્ક્વોડ બોસીસ ડી એમસી, ડિનો જેમ્સ અને ઈપીઆર
રોમાંચક જંગ છેડવા માટે પુનરાગમન કરવા સુસજ્જ છે. તેમની સાથે અત્યંત પ્રતિભાશાળી રૅપ વર્ચ્યુઓસો ઈક્કા જોડાશે! અંડરગ્રાઉન્ડ
રૅપ મ્યુઝિકમાં બેજોડ સફળતા માટે જ્ઞાત ઈક્કાની બહુમુખિતા કમર્શિયલ બોલીવૂડની સંગીતની ક્ષિતિજની પાર વિસ્તરી હોઈ તેને
બેજોડ નવો સ્ક્વોડ બોસ બનાવે છે!
MTV હસલ 03 રિપ્રેઝેન્ટ વિવિધ માત્રામાં અનુભવો, ખૂબીઓ અને શક્તિઓ સાથે રૅપ પ્રતિભાઓને ચાહકો સામે લાવશે, જે બધા એક
મંચ પર સમાન તરીકે સ્પર્ધા કરશે. સ્પર્ધકોને સેલિબ્રિટી ગેસ્ટ્સની સામે તેમની કાબેલિયત બતાવવાનો મોકો પણ મળશે, જેઓ
નવી સીઝનમાં પધારશે. સંગીતની ક્ષિતિજને ભારતીય હિપ-હોપમાં બહુ લોકપ્રિય દીર્ઘદ્રષ્ટા બહુપ્રકાર મ્યુઝિક પ્રોડ્યુસર કરણ કાંચણ
છે, જેને નામે બાઝીગર, સત્યા અને આને દે જેવાં જેનાં હિટ ગીતો બોલાય છે. તે કહે છે, “પોકો MTV હસલ 03 રિપ્રેઝેન્ટનો હિસ્સો
બનવા માટે હું બેસુમાર રોમાંચિત છું, જેણે ભારતીય હિપ-હોપ ક્ષિતિજમાં ધમાકો મચાવ્યો છે. પ્રતિભાઓ અપવાદાત્મક, અજોડ છે અને
તમે ધારો નહીં તેવી જગ્યાથી આવ્યા છે અને હું દર્શકોને તેમના નવા પ્લેલિસ્ટ ફેવરીટ્સની ખોજ કરી આપવા માટે ભારે રોમાંચિત છું.”

Related posts

બાદશાહે ‘સ્વ-કેન્દ્રિત’ હની સિંહ સાથેના તેના સંઘર્ષ પર મૌન તોડ્યું, દાવો કર્યો કે બાદમાં તેને ‘કોરા કાગળો’ પર સહી કરવા માટે બનાવવામાં આવ્યો

Navbharat

કેટરિના કૈફની ફિલ્મ ‘Merry Christmas’ ને લઈ આવી નવી અપડેટ, હવે આ તારીખે થશે રિલીઝ

Navbharat

અભિનેત્રી ભૂમિ પેડનેકર થઈ ડેન્ગ્યૂનો શિકાર, 8 દિવસથી હોસ્પિટલમાં દાખલ, ફેન્સને કરી આ અપીલ

Navbharat