NavBharat
Sport

કેપ્ટન કૂલ MS ધોનીનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, ફેન્સની બાઇકને પોતાની ટી-શર્ટથી કરી સાફ અને પછી..!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સફળ કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની દર વખતે પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવા છતાં માહી લાઈમલાઈટમાં રહે છે. ધોનીની સ્પેશિયલ સ્ટાઈલ જોઈને લોકોના મનમાં તેના પ્રત્યેનું સન્માન વધી જાય છે.

હાલમાં જ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન તેની ટી-શર્ટ વડે ફેન્સની બાઇક સાફ કરે છે અને પછી તેના પર પોતાનો ઓટોગ્રાફ આપે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. ધોનીની આ સિમ્પલ સ્ટાઈલ જોઈને પ્રશંસકો પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શકતા નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ફેન એમએસ ધોનીને તેની બાઇક પર ઓટોગ્રાફ માગે છે, જેના પર ધોની સાઈન કરતા પહેલા ફેન્સની બાઇકને પોતાની ટી-શર્ટથી સાફ કરે છે. માહીની આ સ્ટાઈલ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે સુમિત કુમાર બજાજ નામના યુઝરે લખ્યું કે, “MS ધોની સરએ ટ્રાયમ્ફ રોકેટ 3R પર ઓટોગ્રાફ આપીને પ્રકાશભાઈને ખુશ કર્યા. આ બાઈક પર માત્ર સાઈન જ નહીં, પરંતુ ધોની પણ આ બાઈક ચલાવતો જોવા મળે છે.

Related posts

ઈન્ડોનેશિયાના બાલીમાં 210 કિલો વજન ગળા પર પડતાં ફિટનેસ ટ્રેનરનું મોત

Navbharat

સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટમાં 600 વિકેટ લેનારો બીજો ઝડપી બોલર બન્યો છે.

Navbharat

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023: ભારતે ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવ્યું

Navbharat