NavBharat
Politics/National

એથિક્સ કમિટીની બેઠકમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા સામે પ્રસ્તાવ પાસ, રિપોર્ટના પક્ષમાં 6 અને વિરુદ્ધમાં 4 સાંસદે આપ્યો વોટ

TMC સાંસદ મહુઆ મોઇત્રા પર રૂપિયા લઈને સંસદમાં સરકારને સવાલ પૂછવાના આરોપ મામલે સંસદની એથિક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ મીટિંગ વિશે માહિતી આપતા એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, “એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રા પરના આરોપો અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ આજની બેઠકમાં તૈયાર કરવામાં આવ્યો છે. છ સભ્યોએ તેને ટેકો આપ્યો હતો. જ્યારે ચાર સભ્યોએ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી.”

વિગતવાર અહેવાલ લોકસભામાં રજૂ કરાશે

વિનોદ સોનકરે વધુમાં કહ્યું કે, “આવતીકાલે લોકસભા સ્પીકરને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, મહુઆ મોઇત્રા વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવામાં આવશે, તે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરશે.

શું હતો આરોપ?

જણાવી દઈએ કે, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર રૂપિયા લઈને અને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર લોકસભામાં અદાણી ગ્રુપને નિશાન બનાવતા પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મહુઆએ હિરાનંદાનીને લોકસભાના મેઈલ આઈડીનું લોગ-ઈન આપ્યું હતું અને તે તેના દ્વારા વિવિધ જગ્યાએથી પ્રશ્નો પૂછતો હતો. બીજી બાજુ, મહુઆએ પણ સ્વીકાર્યું છે કે હિરાનંદાનીએ તેના લોગિનનો ઉપયોગ કર્યો છે, પરંતુ ટીએમસી સાંસદનું કહેવું છે કે તેણે લાંચ લેવા અથવા કોઈ ભેટ લેવા માટે આવું કર્યું નથી.

દાનિશ અલીએ સમિતિના સભ્યો સામે નારાજગી વ્યક્ત કરી હતી

તમને જણાવી દઈએ કે આ બેઠક પહેલા કમિટીના સભ્ય અને સાંસદ દાનિશ અલીએ કમિટીના સભ્યો, ખાસ કરીને કમિટીમાં સામેલ બીજેપી સાંસદ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “મેં હજુ સુધી રિપોર્ટ જોયો નથી. આ દેશમાં બે કાયદા હોઈ શકે નહીં. એથિક્સ કમિટીના અધ્યક્ષ દ્વારા નિયમ 275નું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, એક વાત અમે કહી શકીએ કે અમે અન્યાય સામે અમારો અવાજ ઉઠાવ્યો છે અને અમે આવું કરતા રહીશું. ગભરાઈશું નહીં.

Related posts

મુખ્યમંત્રી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને મેઘાલય સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Navbharat

મધ્યપ્રદેશમાં હાર બાદ કમલનાથ આજે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા 

Navbharat

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

Navbharat