NavBharat
Tech

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના મેસેન્જરમાં ખાસ પ્રકારના મહત્વના બદલાવ કરી રહી છે મેટા

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, મેટા તેમાં કેટલાક બદલાવા મેસેન્જરમાં કરવા જઈ રહી છે. 

હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરી શકશે નહીં અને ફેસબુક યુઝર્સ ઈન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજમાં મેસેજ કરી શકશે નહીં. મેટાએ ત્રણ વર્ષ પહેલા આ સુવિધા આપી હતી. કંપનીએ આ સેવા બંધ કરવા પાછળના કારણ વિશે માહિતી આપી નથી.

ખાસ કરીને ભારતમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના યુઝર્સ મોટી સંખ્યામાં છે ત્યારે યુઝર્સ માટે આ મહત્વના સમાચાર છે. જેઓ ખાસ કરીને મેસેન્જર્સ યુઝ કરી રહી છે. કેમ કે, ફેસબુક અને ઈન્સ્ટા સાથેની કેટલીક લિંકમાં આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.  તમે નવી ચેટિંગ કરી શકશો નહીં, પરંતુ તમે આવનારા સંદેશાઓ જોઈ શકશો.

મેસેજિંગ ફીચર 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું
ઈન્સ્ટા ની જેમ, આ પ્રકારનું અપડેટ ફેસબુક પર પણ ઉપલબ્ધ હશે, એટલે કે, ફેસબુક વપરાશકર્તાઓ ઈન્સ્ટાના વપરાશકર્તાઓને મેસેજ કરી શકશે નહીં, પરંતુ જૂની ચેટ્સ જોઈ શકશે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર એપ્સમાં ક્રોસ મેસેજિંગ ફીચર 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરી શકશે નહીં અને ફેસબુક યુઝર્સ ઈન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજમાં મેસેજ કરી શકશે નહીં. મેટાએ ત્રણ વર્ષ પહેલા આ સુવિધા આપી હતી. હવે કંપની ટૂંક સમયમાં તેના એફબી અને ઈન્સ્ટા  વપરાશકર્તાઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. મેટા તેના સોશિયલ પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ક્રોસ મેસેજિંગની સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે.

આ સમયગાળામાં આ સેવા બંધ થઈ શકે છે 
એક રીપોર્ટ અનુસાર યુઝર્સને ક્રોસ એપ મેસેજિંગને લઈને એલર્ટ મળી રહ્યા છે. એલર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના મધ્ય સુધીમાં આ સેવા બંધ થઈ જશે. રાહતના સમાચાર એ છે કે આ સેવા બંધ થયા પછી પણ યુઝર્સ ચેટ હિસ્ટ્રી જોઈ શકશે.

Related posts

Google Gmail મોબાઇલ એપ્લિકેશનમાં અનુવાદ સુવિધા ઉમેરે છે

Navbharat

ભારતમાં હાલ વેચાતા 99.2 ટકા સ્માર્ટફોન ‘મેડ ઇન ઇન્ડિયા’, 9 વર્ષ પહેલા દેશ આયાત પર નિર્ભર હતો: સરકાર

Navbharat

વિધાનસભાના પરીણામો બાદ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ, નિફ્ટી ગ્રીન સિગ્નલ પર 

Navbharat