NavBharat
Entertainment

મેરી ક્રિસમસ: ઝી ટીવીના કલાકારો આ વર્ષની તેમની ક્રિસમિસ ઉજવણીનું આયોજન જણાવે છે

રજાઓની સિઝન આવી ગઈ છે અને ક્રિસમસનો ઉમંગ ઉત્સાહ ફેલાઈ રહ્યો છે. દર વર્ષે 25મી ડિસેમ્બરના રોજ
ક્રિસમસની ઉજવણી થાય છે. લોકો તેમના સગા-વ્હાલાઓને ભેટ આપે છે, તેમના ઘર સજાવે છે અને ક્રિસમસ ટ્રીને
ઘરે લાવીને સજાવે છે. સ્વાદિષ્ટ કૂકીઝ અને કેક બેક કરે છે, સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, કેરોલ્સ ગાય છે અને ઘરે
ક્રિસમસની જોરશોરથી ઉજવણી કરે છે. આ પ્રસંગની સૌથી સારી યાદોંને ઝી ટીવીના કલાકારો… નીહારિકા રોય, ઉર્ફે
પ્યાર કા પહેલા નામ રાધા મોહનની રાધા, અદિતિ શર્મા ઉર્ફે રબ સે હૈં દુઆની દુઆ, કિશોરી શહાને ઉર્ફે કૈસે મુઝે તુમ
મિલ ગયેંની બબિતા, શાલિની મહલ ઉર્ફે કુંડલી ભાગ્યની શનાયા , નિક્કી શર્મા ઉર્ફે પ્યાર કા પહેલા અધ્યાય
શિવશક્તિની શક્તિ, અબરાર કાઝી ઉર્ફે કુમકુમ ભાગ્યનો રાજવંશ, રોહિત સુચાંતિ ઉર્ફે ભાગ્ય લક્ષ્મીનો રિષી, અને
અવિનેશ રેખી ઉર્ફે ઇક કુડી પંજાબદીનો રાંઝા આ વર્ષે તેમની ક્રિસમસની ઉજવણી વિશેના તેમના ઉત્સાહ અને
આયોજન વિશે જણાવે છે.
નીહારિકા રોય, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં રાધાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા માટે
ક્રિસમસએ પ્રેમ છે! આ કેક અને કૂકીઝ તથા મિઠાઈ તથા ગીતોની સિઝન છે! આ તહેવારની સાથે મારી બાળપણની
ઘણી સારી યાદોં જોડાયેલી છે, શાળામાં અમે ક્રિસમસ ટ્રી સજાવતા અને ક્રિસમસની સાંજે મારા માતા-પિતા
ઓશિકાની નજીક કે પલંગની નીચે ભેટ રાખતા હતા અને દર વખતે, મને એવું લાગતું કે સિક્રેટ સાંતા મારા માટે ભેટ
મૂકી જાય છે. હું માનું છું કે, ઉત્સવની ઉજવણી અને ચમકદાર આભૂષણો ઉપરાંત ક્રિસમસએ આપણને કરુણા,
સહાનુભૂતિ અને આનંદની વહેચણી શિખવે છે. આ સમય છે, જ્યારે આપણે જરૂરિયાતમંદોની મદદ કરી અને
જિંદગીભરની યાદોં ઉભી કરી શકીએ છીએ. બધાને મેરી ક્રિસમસ!”
અદિતિ શર્મા, જે ઝી ટીવીના રબ સે હેં દુઆમાં દુઆનું પાત્ર કરી રહી છે તે કહે છે, “ ક્રિસમસને કારણે ડિસેમ્બર મારો
સૌથી પ્રિય મહિનો છે અને આખું વર્ષ હું તેની રાહ જોઉં છું. બાળપણમાં હું સાંતામાં માનતી હતી અને મારા પીલોની
નીચે મોજું રાખીને એવું માનતી હતી તે, તેઓ આવીને મારા માટે ભેટ મૂકી જશે. જો કે, મારા માતા-પિતા અ ભાઈ
મારી બધી ઇચ્છા ચોકલેટો સાથે પૂરી કરતા હતા. એ ખૂબ જ સારા દિવસો હતા. આ વર્ષે પણ હું મારા શોના કાસ્ટની
સાથે સિક્રેટ સાંતા ગેમ્સ રમવાનું આયોજન કરવાની છું, પછી મારા નજીકના મિત્રોની સાથે જમવા બહાર જઈશ.
કેમકે, તહેવારનો અર્થ જ છે કે, તમારા સગા-વ્હાલાઓની સાથે સમય વિતાવવો. બધાને મેરી ક્રિસમસ!”
ઝી ટીવીના કૈસે મુઝે તુમ મિલ ગયેંની બબિતા અહુજા એટલે કે, કિશોરી શહાને વિજ કહે છે, “તહેવારોની સિઝન
આવી રહી છે, મારું મન અત્યંત ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયું છે. ક્રિસમસએ હંમએશા ખુશીનો સમય છે, જે
પરંપરા અને ખુશીને જીવંત રાખે છે. આ વર્ષે પણ હું મારા નજીકના લોકોની સાથે નવી યાદોં ઉભી કરવા ઉત્સાહિત
છું. ક્રિસમસ ટ્રી સજાવિશ અને મારા દિલથી નજીકની પરંપરાગત રમતો પણ રમીશ તથા મારા મિત્રોની સાથે ઉજવણી
કરીશ. કોઈને કંઈ આપવાના જુસ્સાને યાદ કરતા મારા મિત્રો હોય કે સહકલાકારો હું સિક્રેટ સાંતા રમતમાં ભાગ લઇશ
જે વધુ ખુશી ઉમેરશે. બધાને જાદુઈ ક્રિસમસની શુભકામના આ સમય તમને પ્રેમ, ખુશાલી અને સાથે રહેવાની મજા
આપે!”
શાલિની મહલ, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં શનાયાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “ક્રિસમસનો ઉત્સાહ ખૂબ જ
જાદુઈ છે અને આ વર્ષે મારી કુંડલી ભાગ્યની ટીમની સાથે તેની ઉજવણી કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું
આકર્ષક લાઈટ્સની સાથે મારા ઘરને સજાવવા તથા મારી માતાની સાથે કેટલીક સ્વાદિષ્ટ ઘરે બનાવેલી ટ્રીટ્સને
માણવાનું વિચારું છું. હું નાની હતી ત્યારે મારા માટે ક્રિસમસનો સમય જાદુઈ સમય હતો અને હું સાંતાના જાદુમાં
માનતી હતી, પણ હવે મારા મિત્રો અને સહકર્મીઓની સાથે સિક્રેટ સાંતાની રમત રમીશું, અને કેટલીક ભેટ

એકબીજાની આપીશું. પ્રેમ, દયા અને તહેવારોનો ઉત્સાહ ફેલાવીને ક્રિસમસના ઉત્સાહને ચાલો જીવંત કરીએ. બધાને
મેરી ક્રિસમસ, આશા રાખું છું કે, તમારા દિલ ખુશીથી ભરાઈ જશે!”
ઝી ટીવીના કુમકુમ ભાગ્યનો રાજવંશ એટલે કે, અબરાર કાઝી કહે છે, “મારા માટે ક્રિસમસ એટલે પ્રેમ! આ સિઝન
છે, કેક અને કૂકીઝ, મિઠાઈ તથા ગીતોની! શિયાળીની ઠંડીમાં હૃદયની હૂંફ મેળવવાની શરૂઆત. આ તહેવાર દરમિયાન
મને સૌથી વધુ આખા અઠવાડિયા સુધી ક્રિસમસ મૂવી જોવી ગમે છે. મને યાદ છે, જ્યારે અમારી શાળામાં અમે
ક્રિસમસ ટ્રી સજાવતા હતા, વિશ્વની ખુશાલી માટે ગાતા હતા અને સાંતાની રાહ જોઈને રજાઓને માણતા હતા. આ
વખતે પણ હું ઉત્સવોને પૂરા ઉલ્લાસ સાથે માણવા ઇચ્છું છું અને સાન્ટા પ્રત્યે મારી ઇચ્છા છે કે, તે પ્રેમ અને આનંદ
ફેલાવતા રહે અને દરેકને સારા સ્વાસ્થ્યના આશિર્વાદ આપે!”
રોહિત સુચાંતિ જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં રિષીનું પાત્ર કરતો જોવા મળે છે, “વર્ષના અંતના તહેવારો જાદુઈ
આભા લાવે છે, જે આપણા હૃદયને હૂંફ અને આનંદથી ભરી દે છે. ડિસેમ્બર આવી ગયો છે, ક્રિસમસ અને નવા
વર્ષની ઉજવણીનો મહિનો છે. રજાઓનો મૂડ છે અને બધા તેને ખૂલ્લા દિલથી આવકારી રહ્યા છે. જ્યાં ક્રિસમસનો
ઉત્સાહ બધે જ ફેલાયેલો છે. સુંદર શેરીઓની સજાવટથી લઇને શહેરમાં ક્રિસમસ ટ્રી સુધી. તહેવારોની સૌથી મજાની
વાત છે સગા-વ્હાલાઓની સાથે સમય વિતાવવો અને પ્લમ કેક તથા અન્ય સ્વાદિષ્ટ વાનગીઓને માણવી. આ વર્ષે, હું
મારી વાર્ષિક પરંપરા અનુસાર મારા મિત્રોને મળીને તેમની સાથે સારો એવો સમય વિતાવવાનો છું. વધુમાં તાજેતરમાં
જ હું મારા નવા ઘરમાં રહેવા આવ્યો છું, તો હું મારી જાતે ક્રિસમસ ટ્રી પર મારી માતાની સાથે સજાવિશ. હું ખૂબ જ
ઉત્સાહિત છું અને આશા રાખું છું કે, ક્રિસમસએ બધાના જીવનમાં ખુશાલી લાવે. બધાને મેરી ક્રિસમસ!”

અવિનેશ રેખી, જે ઝી ટીવીના ઇક કુડી પંજાબ દીમાં રાંઝાનું પાત્ર કરતો જોવા મળે છે, “મને ક્રિસમસ ખૂબ જ ગમે
છે! ક્રિસમસ એટલે સજાવટ, સાંતા ક્લોઝ, સ્વાદિષ્ટ વાનગીઓ અને ફ્રુટ કેક્સ આ બધું જ તહેવારને વધુ ખાસ બનાવે
છે. દર વર્ષે મારો પરિવાર અને હું બાળકોની સાથે દર સપ્તાહે સાથે મળીને ક્રિસમસ મૂવી જોઈએ છીએ અને ક્રિસમસ
ટ્રી પણ સજાવીએ છીએ. આ ઉપરાંત સિક્રેટ સાંતામાં ભાગ લઈને અમારા મિત્રોને મળીને એકબીજા માટે ભેટ પણ
લઈએ છીએ. હું આ વર્ષએ ઇક કુડી પંજાબ દી માટે શૂટિંગ કરી રહ્યો છે, તો હું સેટ પર એક સિક્રેટ સાંતા એક્ટિવિટીનું
આયોજન કરવાનું છું અને મારા બધા સહ-કલાકારોને તેમાં ભાગ લેવડાવીશ. બધાને મેરી ક્રિસમસ અને આશા રાખું
છું કે, તહેવાર તમારા જીવનમાં પ્રેમ, ખુશાલી અને આનંદ લાવે!”

Related posts

ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પુલકિત બાંગિયાનું સ્થાન પ્રસિદ્ધ અભિનેતા નવીન શર્મા જોવા મળશે

Navbharat

મનોજ બાજપેયીની સુુપરહિટ સાબિત થયેલી એનિમલ સીરીઝને લઈને આવ્યા આ સમાચાર

Navbharat

બીજું સપ્તાહ વિક્કી કૌશલની ફિલ્મ સામ બહાદૂરને ખૂબ ફળ્યું, 10માં દિવસે પણ સારી એવી કમાણી 

Navbharat