NavBharat
Health

સારા સ્વાસ્થ્ય માટે, હૃદયના જોખમ અને હાઈ બ્લ્ડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે મખાના! આ છે તેના ફાયદા

હાલના સમયમાં લોકો ફાસ્ટ ફૂડ અને હોટેલ, રેસ્ટોરન્ટમાં જમવાનું વધુ પસંદ કરે છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. ઘણી વખત જો યોગ્ય આહારનું ધ્યાન રાખવામાં ન આવે તો શરીરમાં અનેક બીમારીઓ ઘર કરે છે. ખરાબ આહાર હૃદયના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે ઘણી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. ફળો અને શાકભાજીનો આહારમાં સમાવેશ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય અને હૃદય સંબંધિત બીમારીઓ થતી નથી. ઉપરાંત, તમે ડ્રાયફ્રુટ્સમાં સમાવિષ્ટ મખાનાને આહારમાં સામેલ કરીને પણ હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. તો આવો તેનાથી થતા ફાયદાઓ વિશે…

બ્લડ શુગરમાં ઘટાડો:

મખાનામાં રહેલા તત્વો બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં શુગરના દર્દીઓ માટે મખાના ખાવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મખાના સરળતાથી પચી પણ જાય છે. શુગરના દર્દીઓએ સવારે ખાલી પેટે મખાનાનું સેવન કરવું યોગ્ય મનાય છે.

હૃદયને સ્વસ્થ્ય રાખે છે:

હૃદયને મજબૂત કરવા માટે મખાના ખૂબ જ ફાયદાકારક મનાય છે. મખાનામાં ફ્લેવોનોઈડ નામનું તત્વ હોય છે. તે એન્ટીઑકિસડન્ટો અને બળતરા વિરોધી સંયોજનોથી સમૃદ્ધ છે જે હૃદય રોગના જોખમને ઘટાડે છે. મખાનાનું સેવન કરવું હૃદયના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. મખાના ખાવાથી હૃદય મજબૂત થાય છે.

મજબૂત હાડકાં બનાવે:

મખાનામાં કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં તેને ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. એટલું જ નહીં, ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તે પાચનતંત્રને પણ યોગ્ય રાખે છે. મખાના ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Related posts

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ગુજરાતના ગાંધીનગર ખાતે G20 ની હેલ્થ મિનિસ્ટરસ્ ની ત્રિ-દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

Navbharat

ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઘરેલું ઉપચાર

Navbharat

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ પ્રકારના આહારો, ખાન-પાનમાં ઉપયોગ કરો 

Navbharat