NavBharat
Business

લોકસભા ચૂંટણી પહેલા LPG ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત, સરકારની સબસિડી વધારવાની યોજના!

આગામી વર્ષે માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ પહેલા કેન્દ્ર સરકાર એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા છે. મીડિયા અહેવાલ અનુસાર, સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સબસિડીની રકમ વધવાથી કરોડો ગેસ ગ્રાહકોને રાહત મળશે.

ગ્રાહક આધાર વધારવા પર પણ ધ્યાન

સરકાર ઉજ્જવલા યોજનાનો લાભ શક્ય તેટલા વધુ પરિવારો સુધી પહોંચાડવા માટે ગ્રાહક આધાર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મોંઘવારીને જોતા સરકાર આ પગલું ભરે તેવી અપેક્ષા છે. સપ્ટેમ્બર મહિના માટે રિટેલ મોંઘવારી દર ઘટીને 5.02 ટકા થઈ ગયો છે. સરકારે RBIને મોંઘવારી દરને 4થી 6 ટકાની રેન્જમાં રાખવાનો ટાર્ગેટ આપ્યો છે. અગાઉ જુલાઈમાં મોંઘવારી દર 15 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.

LPG સિલિન્ડરની કિંમત રૂ. 900ને પાર

હાલમાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળે છે. દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. આ રીતે, સબસિડી મળ્યા પછી, લાભાર્થીઓને આ સિલિન્ડર 603 રૂપિયામાં મળે છે. તાજેતરમાં, કેન્દ્રીય કેબિનેટે લગભગ 9.6 કરોડ ઓછી આવક ધરાવતા પરિવારોને ગેસ સબસિડી પર રાહત આપી હતી. સરકારે ઓછી આવક ધરાવતા પરિવારો માટે એલપીજી સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.

Related posts

દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી માટે મહત્ત્વના સમાચાર, આ સમયે મળશે 15મો હપ્તો!

Navbharat

ટાટા મોટર્સએ સુરતમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપીંગ સવલતનું ઉદઘાટન કર્યુ

Navbharat

રિલાયન્સ જિયો Q1 પરિણામો: ચોખ્ખો નફો 12% થી વધીને રૂ. 4,863 કરોડ થયો

Navbharat