NavBharat
Entertainment

લોકીની બીજી સીઝન હવે ડિઝની+ હોટસ્ટાર પર

ગોડ ઓફ મિસ્ચીફ સાથે દર્શકોને અવિસ્મરણીય પ્રવાસે લઈ જતાં ડિઝની+ હોટસ્ટાર માર્વેલ સ્ટુડિયોઝની
લોકીની સંપૂર્ણ નવી સીઝન લાવી છે. પ્રથમ સીઝનની ભવ્ય સફળતા પછી એક્ઝિક્યુટિવ
પ્રોડ્યુસર કેવિન આર. રાઈટ ફરી એક વાર ફેન-ફેવરીટ પાત્ર લોકીને પુનર્જીવિત કરી રહ્યા છે, જે પાત્ર
વહાલા કલાકાર ટોમ હિડલસ્ટોન દ્વારા ભજવવામાં આવ્યું છે. બહુપ્રતિક્ષિત ઓરિજિનલ લાઈવ-એકશન
સિરીઝનું દિગ્દર્શન જસ્ટિન બેન્સન અને આરોન મૂરહેડ, ડેન ડેલ્યુ અને કાસરા ફરાહાનીએ કર્યું છે.
લોકીની બીજી સીઝન હવે ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ થતી હોઈ આંચકાજનક સીઝન 1 ફિનાલે
પછીના સંજોગોમાં ડોકિયું કરાવે છે, જેમાં લોકી ટાઈમ વેરિયન્સ ઓથોરિટી (ટીવીએ)ના આત્મા માટે
સંઘર્ષમાં સપડાય છે. ઉપરાંત કલાકારોમાં સોફિયા ડી માર્ટિનો, ઓવન વિલ્સન પણ આ હિટ શોમાં
તેમની ભૂમિકાઓમાં ફરીથી સાકાર કરી રહ્યાં છે. તો દરેક સપ્તાહે નવા એપિસોડ સાથે હિંદી, અંગ્રેજી,
તમિળ અને તેલુગુમાં માર્વેલ સ્ટુડિયોઝની લોકી સીઝન 2 જુઓ।
પાત્રો વિશે બોલતાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કેવિન આર રાઈટ કહે છે, “સીઝન 2 દર્શકો જાણે અને પ્રેમ
કરે છે તે આ પાત્રો વિશે છે, જેઓ હવે તેમની સામે આવતી અરાજકતાનો સામનો કરે છે.”
તેઓ એમ પણ ઉમેરે છે કે, “ફિલોસોની દ્રષ્ટિએ અમારો શો એક્સપ્લોર કરવાનું બહુ મજેદાર છે. આ
સમયરેખા, જેમાં આપણું રોકાણ નથી શું તે મહત્ત્વપૂર્ણ છે? જોકે તે જીવન જીવી રહેલા લોકોથી
ઊભરાય છે. આપણે મલ્ટીવર્સલ યુદ્ધનો અંત લાવવા વિશે વાત કરીએ છીએ ત્યારે શું તે સમયરેખાઓ
પર રાજ કરવા વિશે છે? કારણ કે એવું લાગે છે કે તમે ટીવીએ અગાઉ જે રીતે કામ કરતું હતું તે રીતે
ફરી એક વાર તમે જીવનનો નાશ કરતા હોઈ શકો છો.”
કેવિન આર રાઈટ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હોઈ તેમની સાથે કો-એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ટ્રેવર
વોટરસન સાથે કેવિન ફિજ, સ્ટીફન બ્રાઉસર્ડ, લુઈસ દ એસ્પોસિટો, વિક્ટોરિયા એલોન્સો, બ્રેડ વિંડરબોમ,
ટોમ હિડલસ્ટોન, જસ્ટિન બેન્સન અને આરોન મૂરહેડ, એરિક માર્ટિન અને માઈકલ વોલ્ડ્રોન છે. સિરીઝ
હેડ રાઈડર તરીકે કામ કરતાં એરિક માર્ટિન દ્વારા લખવામાં આવી છે અને તેમાં ગુગુએમબાથા- રો,
વુન્મીમોસાકુ, યુજીન કોર્ડેરો, રેફેલ કેસલ, તારા સ્ટ્રોંગ, કેટ ડિકી, લિઝ કાર, નીલ એલિસ સાથે જોનાથન
મેજર્સ અને કીહ્યુક્વેન મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Related posts

જેલર મૂવી સમીક્ષા

Navbharat

કેટરિના કૈફ બીચ પર પતિ વિક્કી કૌશલ સાથે 40 વર્ષની થઈ.

Navbharat

પ્રિયંકા ચોપરા તેની પ્રિય ચોકલેટ આઈસ્ક્રીમનો આનંદ માણતી પુત્રી માલતી મેરીને પાર કરી શકતી નથી

Navbharat