NavBharat
Business

તહેવારની મોસમ જાણો હ્યુન્ડાઈ કંપનીઓની ગાડીઓ માટે કેવી રહી, કેટલી કાર વેચાઈ

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ છેલ્લા મહિના એટલે કે નવેમ્બર 2023 માટે કારના વેચાણનો રિપોર્ટ જાહેર કર્યો છે. કુલ 65801 વાહનોનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 2.30 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. Hyundaiએ ગયા વર્ષે નવેમ્બરમાં સ્થાનિક બજારમાં 49,451 વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 48,002 વાહનોની સરખામણીમાં 3 ટકાનો વધારો દર્શાવે છે.

નવા નવા વેરીઅન્ટ 

લોકોમાં આ પ્રકારે ગાડીઓ લેવામાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જેમાં નવા નવા વેરીઅન્ટ સતત ઉમેરાતા જઈ રહ્યા છે. 
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ વિવિધ કદના SUV સેગમેન્ટમાં ઘણી પ્રોડક્ટ્સ રજૂ કરી છે, જેમાં મુખ્ય છે માઇક્રો એસયુવી સેગમેન્ટમાં એક્સેટર, સબ-4 મીટર કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેન્યુ, કોમ્પેક્ટ સેગમેન્ટમાં ક્રેટા અને મિડસાઈઝ સેગમેન્ટમાં અલ્કાઝર. હ્યુન્ડાઈએ પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં બે ઇલેક્ટ્રિક કાર, મિડ-રેન્જ કોના EV તેમજ Ioniq 5 પણ રજૂ કરી છે. તાજેતરમાં Hyundai Venue 5 એ 1000 યુનિટના વેચાણનો માઈલસ્ટોન પાર કર્યો છે, જે કંપનીના આ પ્રાઇસ સેગમેન્ટમાં એક મોટી સિદ્ધિ છે. 

ગયા વર્ષ કરતા આ વર્ષે વેચાણમાં થયો વધારો
ગયા મહિને હ્યુન્ડાઈ કારની નિકાસમાં પણ વધારો થયો હતો. નવેમ્બર 2023 માં હ્યુન્ડાઈની મેડ ઈન ઈન્ડિયા કારના 16,350 એકમો વિદેશમાં નિકાસ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના નવેમ્બરમાં 16,001 એકમોની સરખામણીમાં 2.18 ટકાનો વાર્ષિક વધારો છે. જ્યારે, જો આપણે કુલ વેચાણ પર નજર કરીએ તો, ગયા મહિને હ્યુન્ડાઈ કારના વેચાણનો આંકડો 65,801 યુનિટ હતો, જે ગયા વર્ષના નવેમ્બરમાં 64,003 યુનિટની સરખામણીએ 2.80 ટકા વધુ છે. આમ ખાસ કરીને  હ્યુન્ડાઈ અને મારુતિ સુઝુકી પછી દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની માટે તહેવારોની મોસમ સારી રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગાડીઓની ખરીદી કરી હતી. જે આંકડાઓ પરથી અનુમાન લગાવી શકાય છે. 

Related posts

HDFC બેંક Q2 પરિણામો

Navbharat

દેશમાં સતત વધી રહી છે ડીમેટ ખાતાઓની સંખ્યા, આંકડો 13.2 કરોડ સુધી પહોંચ્યો, જાણો શું છે કારણ?

Navbharat

નવી દિલ્હી ખાતે તા.૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનાર જી-૨૦ સમિટને ધ્યાને રાખી દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ

Navbharat