NavBharat
Sport

ક્રેમ્પ વખતે વિરાટને કિવી ખેલાડીઓએ કરી હતી મદદ, તો ઓસ્ટ્રેલિયાનો આ પૂર્વ ક્રિકેટર થઈ ગયો ગુસ્સે અને કહી આ વાત!

વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સદીની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે ODI ફોર્મેટમાં તેની 50મી સદી પણ પૂરી કરી. વિરાટ કોહલીની આ સિદ્ધિની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાઇમન ઓ’ડોનેલે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની ટીકા કરી છે કે તેણે બેટિંગ દરમિયાન વિરાટ કોહલી દ્વારા ક્રેંપનો સામનો કર્યા પછી તેની મદદ કરી હતી. ઓ’ડોનેલે ન્યૂઝીલેન્ડની હાર માટે આને જવાબદાર ગણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓ’ડોનેલે કહ્યું કે, ‘બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીને પીઠમાં ખેંચાણ આવી હતી. તેણે પોતાનું બેટ ફેંક્યું. ન્યુઝીલેન્ડના એક ખેલાડીએ તેનું બેટ ઉઠાવીને તેણે આપ્યું. તેણે વિરાટની મદદ કરી. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓના આ વર્તનથી ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બોલર ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, ‘જ્યારે વિરાટ કોહલીને ખેંચ આવે છે, તો તમે તેની મદદ કરવા કેમ જશો? તે પણ જ્યારે ભારત 400ના આંકડાની નજીક હોય. રમતની ભાવના નિયમોમાં જ રાખવી જોઈએ. વિરાટ કોહલી તમારો દેશ તોડી રહ્યો છે અને તમે આગળ આવીને તેની મદદ કરી રહ્યા છો.

ભૂતપૂર્વ બોલરનું માનવું છે કે, જ્યારે કોહલીને મુશ્કેલી થઈ રહી હતી ત્યારે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ તેની નજીક પણ ન જવું જોઈતું હતું. તેમની પાસેથી 20 મીટરના અંતરે રહેવું જોઈએ. તે સ્પર્ધક છે. શુભમન ગિલ 79 રન પર ક્રેંપને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારત અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ગયું છે.

Related posts

કોન્ટ્રાક્ટ આગળ વધારવાના મૂડમાં નથી રાહુલ દ્રવિડ! ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની રેસમાં આ દિગ્ગજ ખેલાડીનું નામ સૌથી આગળ!

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના અધિકૃત બેવરેજ ભાગીદાર Thums Upએ Disney+ Hotstar સાથે ક્રિકેટના દિગ્ગજોને સમાવતી ‘Thums Up FanPulse’ લોન્ચ કરી

Navbharat

પહેલા પિચ પછી બોલ અને હવે ટોસ, પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે કર્યો શરમજનક દાવો તો વસીમ અકરમે જ લઈ લીધી ક્લાસ!

Navbharat