NavBharat
Politics/National

એમપીના સિંગરૌલીમાં કેજરીવાલનો રોડ શૉ, કહ્યું- ‘જે દિવસે ચૂંટણી પરિણામ આવશે, ત્યારે મને ખબર નથી કે હું જેલમાં હોઈશ કે બહાર પણ…!’

આમ આદમી પાર્ટીના વડા અને રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED દ્વારા આજે એટલે કે ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન સીએમ કેજરીવાલે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રોડ શો કર્યો હતો. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે તૈયારીઓ કરી રહી છે. પાર્ટીના વડા કેજરીવાલના રોડ શોમાં ભારે જનમેદની જોવા મળી હતી.

CMએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લિકર પોલિસી કૌભાંડ મામલે તાજેતરમાં EDએ રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા હતા. 2 નવેમ્બરે ED સમક્ષ હાજર થવાને બદલે તેમણે સિંગરૌલીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે કેન્દ્રની બીજેપી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ દરરોજ દિલ્હીની અંદર ઊભા રહીને ધમકી આપી રહ્યા છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે. તમે કેજરીવાલના શરીરની ધરપકડ કરશો, પરંતુ કેજરીવાલના વિચારોની ધરપકડ કેવી રીતે કરશો. તમે આ એક કેજરીવાલની ધરપકડ કરશો, પણ લાખો કેજરીવાલની ધરપકડ કેવી રીતે કરશો? અમારી ધરપકડ કરી લો કાંઈ ફરક નથી પડતો.

‘કેજરીવાલ જેલ જવાથી ડરતા નથી’

કેજરીવાલે વધુમાં કહ્યું કે, જે દિવસે ચૂંટણીના પરિણામો આવશે તે દિવસે મને ખબર નથી કે હું જેલમાં હોઈશ કે બહાર, પરંતુ હું જ્યાં પણ હોઉં ત્યાં મને આવાજ આવવી જોઈએ કે લોકો કહેતા હશે કે કેજરીવાલ સિંગરૌલી આવ્યા હતા અને સિંગરૌલીના લોકોએ તેમને ઐતિહાસિક જીત આપીને પરત મોકલી દીધા હતા.

રાણી અગ્રવાલ માટે કર્યો રોડ શો

મીડિયા અહેવાલ અનુસાર, કેજરીવાલે EDને પત્ર લખીને નોટિસ પાછી ખેંચવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે, એજન્સીના સમન્સ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. સીએમ કેજરીવાલ અને માન સિંગરૌલીથી પાર્ટીના ઉમેદવાર અને AAP પ્રદેશ અધ્યક્ષ રાની અગ્રવાલ માટે રોડ શોમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, રાની અગ્રવાલ સિંગરૌલી શહેરની મેયર પણ છે. રાનીએ ગયા વર્ષે ભાજપ અને કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં મેયરની ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા. 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભા માટે 17 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Related posts

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, ભારે વરસાદ થઈ શકે છે

Navbharat

પ્રધાનમંત્રીનું દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન

Navbharat

પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે

Navbharat