NavBharat
Health

શિયાળામાં શરીરને રાખો આ રીતે દેશી ઉપચારોથી ડીટોક્સ, શરીરના રોગો રહેશે દૂર

શિયાળાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે શિયાળો હોય કે ચોમાસું શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે પરંતુ શિયાળો ભરપૂર એનર્જી લઈને આવતો હોય છે. આપણે ભરપૂર માત્રામાં ખાણી-પીણીનું સેવન કરતા હોય છે. આ ઉપરાંત શરીરમાં આપણી બેદરકારીના કારણે અનેક રોગો ઘર કરતા હોય છે ત્યારે પેટની સમસ્યાઓ વધી જતી હોય છે. ત્યારે શરીરને ડીટોક્સ રાખવાના પણ કેટલાક મહત્વના ઉપાયો જાણવા જરૂરી છે. જે ઘરેલું ઉપાયો આપણે પણ ઘરે કરી શકીએ છીએ. 

જેમાં લીંબુ પાણીનું સેવન કરવું, એલોવેરા, શાકભાજીના જ્યૂશ પીવા સહીતના અનેક ઉપાયો ઉપરાંત ગરમ પાણી સવારે ઉઠતાની સાથે પીવું આવી અનેક બાબતો શરીરને ડીટોક્સ રાખે છે. 

આયુર્વેદિક પીણા પીતા પહેલા હૂંફાળા પાણીના ફાયદા વિશે ભૂલશો નહીં. આ સરળ પીણું તમારા શરીર પર ચમત્કારિક અસરો કરી શકે છે. જે ચરબી પણ ઘટાડે છે અને ચયાપચય વધારે છે. કાકડી, પાલક, ગાજર, આદુમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તમારા પેટ અને આંતરડાને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. તેઓ હૃદય અને મગજ પર સારી અસર કરે છે. આમાંથી ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળે છે.  આમળા કે જો તમને ભાવે છે તો તેનો રસ પીવાથી તમે સ્વસ્થ બની શકો છો. તે તમારા લીવર, વાળ, ત્વચા અને આંખોની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-ડાયાબિટીક અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે.

એલોવેરા જેલ કાઢીને ઘરે જ જ્યુસ બનાવો. સવારે આ પીણું પીવાથી રોગો દૂર રહે છે. આ પીણું ખતરનાક મુક્ત રેડિકલ અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને નષ્ટ કરે છે અને ઘણા જૂના રોગોથી રાહત આપે છે. આ સાથે લીંબું એ ખૂબ જ ગુણકારી છે ત્યારે પેટના રોગો માટે અક્ષીર બાણ સમાન છે તેવામાં ડીટોક્સ માટે લીંબુ પાણી એક ઉત્તમ પીણું છે. જો તમે તેમાં કાળા મરીનો પાઉડર અથવા પાઉડર મિક્સ કરીને પીશો તો તમને અદ્ભુત અસર થશે. તે પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે અને મેટાબોલિક રેટ વધારે છે.

Related posts

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

Navbharat

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

Navbharat

અમદાવાદના જાણીતા ડર્મેટોલોજી અને બ્યુટી કોચ ડૉ. બંસરી પટેલે ‘ડૉક્ટર બંસરી’ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી

Navbharat