બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની રિલીઝ ડેટ ફરી એકવાર બદલવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 15 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ, હવે આ ફિલ્મની રિલીઝ ડેટને લઈ નવા અપડેટ સામે આવ્યા છે જે મુજબ, આ ફિલ્મ હવે આ વર્ષે નહીં પરંતુ નવા વર્ષે રિલીઝ થશે. જણાવી દઈએ કે, આ પહેલા એકવાર આ ફિલ્મની તારીખ 8મી ડિસેમ્બર પણ નક્કી કરવામાં આવી હતી.
નવી રિલીઝ ડેટ
રાધિકા આપ્ટેએ સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝ ડેટ બદલવાની સત્તાવાર માહિતી આપી હતી. રાધિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે- ‘હવે તમારી રાહ આખરે પૂરી થઈ ગઈ છે. તમારો શિયાળો વધુ અદ્ભુત બનવાનો છે. મેરી ક્રિસમસ 12 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે.
આટલી વખત બદલાઈ તારીખ
કેટરીના કૈફની આ ફિલ્મ અગાઉ 15 ડિસેમ્બરે સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. ફિલ્મની અથડામણને ટાળવા માટે, તેની રિલીઝ ડેટ એક સપ્તાહ અગાઉ એટલે કે 8મી ડિસેમ્બર મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ડેટ બદલીને આવતા વર્ષે કરવામાં આવી છે. મતલબ કે હવે આ ફિલ્મ 8 ડિસેમ્બરના બદલે 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, ‘યોદ્ધા’ની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પણ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થશે.