NavBharat
Spiritual

આજે ઊજવાશે કરવા ચોથ, જાણો પૂજાનો શુભ સમય અને વિધિ વિશેની સંપૂર્ણ માહિતી!

પરિણીત મહિલા દ્વારા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. જણાવી દઈએ કે આ વ્રત દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આજે કારતક કૃષ્ણ ચતુર્થી એટલે કે કરવા ચોથ છે. કરવા ચોથનું વ્રત સૂર્યોદય પહેલા સાસુએ પરિણીતાને આપેલી સરગી ખાવાથી શરૂ થાય છે અને રાત્રે ચંદ્ર જોઈને ઉપવાસ તોડવામાં આવે છે.

કરવાચોથના દિવસે પરિણીત મહિલાઓએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને પછી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવી જોઈએ. કરવા ચોથ વ્રતની સાંજે સોળ શૃંગાર કરીને પૂજા-અર્ચના કરવામાં આવે છે અને જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે ચંદ્ર ભગવાનની પૂજા કરીને ચાળણી દ્વારા ચંદ્ર દેખાય છે, પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. અંતે પતિનું મોઢું જોઈને અને તેના હાથનું પાણી પીવાથી ઉપવાસ તોડવામાં આવે છે.

કરવા ચોથમાં પૂજા મુહૂર્ત

આ વર્ષે કરવા ચોથની પૂજા માટેનો શુભ સમય 1 નવેમ્બર, બુધવારે સાંજે 5.36થી 6.54 સુધીનો રહેશે. આનો અર્થ એ છે કે કરવા ચોથની પૂજા માટે માત્ર 1 કલાક 18 મિનિટનો સમય મળશે. આજે કરવા ચોથનો ચંદ્ર રાત્રે 8.15 કલાકે ઉદય પામશે. જુદા-જુદા શહેરોમાં ચંદ્રોદયના સમયમાં થોડો તફાવત હોઈ શકે છે.

આ રીતે કરો ચોથની પૂજા

કરવા ચોથ વ્રતની પૂજા માટે 16 શૃંગાર કરવાનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે મહેંદી લગાવવી અને લાલ રંગના કપડા પહેરીને પરિણીતા પૂજા-અર્ચના કરે છે. શુભ મુહૂર્તમાં ચોથ માતા અથવા મા ગૌરી અને ગણેશજીને ચૌકી પર સ્થાપિત કરો. ત્યારબાદ ધૂપ દીપ, ગંગાજળ, નૈવેદ્ય, રોલી, અક્ષત, ફૂલ, પંચામૃત વગેરેથી વિધિ પ્રમાણે પૂજા કરો. અંતે, ફળ અને હલવા-પુરીનો ભોગ લગાવો. પછી જ્યારે ચંદ્ર ઊગે ત્યારે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને પતિના હાથે જળ લઈને ઉપવાસ તોડવો.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

આ થયું,આ બાકી છે-બધું છોડો,પળમાં જીવો!

Navbharat

બહુ ઉડાન સારી નથી,બહુ સાંભળવું પણ સારું નથી વધારે શ્રવણ ભ્રમિત કરી દે છે.

Navbharat

અમરનાથ યાત્રાના યાત્રિકોની સંખ્યા 4 લાખને વટાવી ગઈ છે

Navbharat