NavBharat
Entertainment

કાર્તિક આર્યનની હીટ ફિલ્મ ભૂલ ભૂલૈયાને લઈને મોટા સમાચાર આવ્યા સામે, આ સમયે થશે ફિલ્મ રીલીઝ 

કાર્કિતની ફિલ્મ ભૂલ ભૂલૈયાના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના ત્રીજા ભાગને લઈને ભારે હલચલ મચી ગઈ છે. ભૂલ ભુલૈયા 3ની રિલીઝને લઈને 
એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. કાર્તિક આર્યનની ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રીલીઝ થશે. મીડીયા રીપોર્ટ  અનુસાર કાર્તિક ટૂંક સમયમાં તેના ત્રીજા ભાગ એટલે કે 
ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ શરૂ કરશે.

કાર્તિક આર્યન અભિનીત ભૂલ ભુલૈયા 3 હાસ્યથી ભરપૂર અને સાહસની મોહક દુનિયા હશે. આ ફિલ્મ 2024ની દિવાળી પર રિલીઝ થશે. દર્શકોમાં આ ફિલ્મને લઈને 
જબરદસ્ત ક્રેઝ છે. આ ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સફળતાની જેમ ફરી એકવાર દર્શકોના દિલ જીતશે. કાર્તિકે ભૂલ ભુલૈયા 2માં રૂહ બાબાની ભૂમિકા ભજવી હતી, જે દર્શકોને 
ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે આ ફિલ્મમાં કીયારા સાથેની જોડીને પણ દર્શકોએ ઘણી પસંદ કરી હતી. 

કાર્તિક આર્યનની કોમેડી હોરર ફિલ્મ ભૂલ ભુલૈયા 2 વર્ષ 2022ની મોટી હિટ સાબિત થઈ. હવે ચાહકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર 
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની કોમેડી હોરર ફિલ્મ ભૂલ ભુલૈયા 2 વર્ષ 2022ની મોટી હિટ સાબિત થઈ. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું. તે અક્ષય 
કુમાર અને વિદ્યા બાલનની 2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયાની સિક્વલ હતી. આ પછી, કાર્તિકના ફાળે આ ફિલ્મ જતા હવે ફરીથી કાર્તિકને રીપ્લેસ કરવામાં આવશે.
ભૂષણ કુમાર અને ક્રિષ્ન કુમાર દ્વારા નિર્મિત અને અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત, ભૂલ ભુલૈયા 2 ની અપાર સફળતા પછી, ભૂલ ભુલૈયા 3ને લઈને આ અપડેટ સામે આવતા 
ચોક્કસથી દર્શકોમાં ખૂશી જોવા મળશે.

જો કે, સૌ પ્રથમ અક્ષય કુમારની આવેલી ભૂલ ભૂલૈયા ફિલ્મ મૂળ સાઉથ ફિલ્મની રીમેક હતી જેમાં રજનીકાંતે મુખ્ય ભૂમિકા નિભાવી હતી ત્યાર બાદ ચંદ્રમુખીની રીમેક બની હતી. 

Related posts

અક્ષય કુમાર અને ટાઈગરની ફિલ્મનું ટીઝર થશે રીલીઝ, બડે મિયાં અને છોટે મિયાં અદભૂત એક્શનમાં આવશે નજર 

Navbharat

2027 સુધીમાં ભારતનો મનોરંજન અને મીડિયા ઉદ્યોગ 73.6 અબજ ડોલર સુધી પહોંચી જશે: રિપોર્ટ

Navbharat

અભિષેકની ઘૂમર રિલીઝ થતાં જ અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા

Navbharat