NavBharat
Entertainment

‘કંતારા ચેપ્ટર 1’ ફિલ્મનું ટીઝર રિલીઝ, અભિનેતા ઋષભ શેટ્ટીનો ખતરનાક લુક ઉડાવી દેશે તમારા હોંશ!

ગયા વર્ષે રિલીઝ થયેલી ‘કંતારા’ એ બોક્સઑફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. ત્યારે હવે હોમ્બલે ફિલ્મ્સ બીજી અદ્ભુત ફિલ્મ સાથે કમબેક કરી રહી છે અને તે છે ‘કંતારા ચેપ્ટર 1’. ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ઝલક ખૂબ જ રોમાંચક હોવાની સાથે-સાથે રૂંવાટા ઊભા કરે એવી છે.

જણાવી દઈએ કે, આ ટીઝરમાં, અભિનેતા-નિર્દેશક ઋષભ શેટ્ટી એક રસપ્રદ અવતારમાં જોવા મળે છે અને તે એક એવી દુનિયાની ઝલક છે જે સામાન્ય જીવનથી અલગ દેખાય છે. આ ટીઝરમાં રિષભ શેટ્ટીનું પાત્ર ઘણા રહસ્યો અને કાવતરાઓથી ઘેરાયેલું જોવા મળે છે.

‘કંતારા ચેપ્ટર 1’ સાત અલગ-અલગ ભાષાઓમાં થશે રિલીઝ

ફિલ્મનું સંગીત પણ ખૂબ જ આકર્ષક અને હૃદય સ્પર્શી છે. ફિલ્મના સંગીતની સાથે જ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ સાત અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થશે. આવતા વર્ષે સાત ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહેલી ‘કંતારા ચેપ્ટર 1’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, તેનું શૂટિંગ ડિસેમ્બરના અંતમાં શરૂ થશે. હાલમાં આ ફિલ્મની કાસ્ટ જાહેર કરવામાં આવી નથી.

Related posts

સિદ્ધાન્ત સૂર્યવંશીનું અવસાન; મિત્રો કહે છે કે તે તણાવમાં હતો

Navbharat

પંકજ ત્રિપાઠીની દમદાર ફિલ્મ ‘Kadak Singh’નું ટ્રેલર થયું રિલીઝ, ખૂદ અમિતાભ બચ્ચને શેર કરી કહી આ વાત!

Navbharat

વિશ્વ ફોટોગ્રાફી દિન:ઝી ટીવીના કલાકારો જીવનના મહત્વને કેપ્ચર કરવાના મહત્વ વિશે જણાવે છે

Navbharat