NavBharat
Politics/National

બંગાળના CM મમતા બેનર્જીનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ! કહ્યું- ‘2024ની ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવાની છે તેમની યોજના’

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમત બેનર્જીએ કહ્યું કે, આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપની યોજના વિરોધી પક્ષોના નેતાઓની ધરપકડ કરવાની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ 2024ની ચૂંટણી પહેલા તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની યોજના ધરાવે છે. તે દેશમાં માત્ર પોતાના માટે જ ચૂંટણી કરાવવા માગે છે.

મમતા બેનર્જીએ કેજરીવાલનો કર્યો ઉલ્લેખ

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, એક્સાઇઝ પોલિસી સંબંધિત મની-લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા નેતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે સીએમ મમતાએ દાવો કર્યો કે ઘણા વિપક્ષી સાંસદોના ફોન પણ હેક થઈ રહ્યા છે.

મનરેગા ફંડ બહાર પાડવા પર મમતાએ શું કહ્યું?

આ સિવાય મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળ માટે મનરેગા ફંડની માંગણી કરી હતી, જેની માગ પહેલેથી જ ચાલી રહી છે. સીએમએ તેની સમયમર્યાદા 1 નવેમ્બરથી વધારીને 16 નવેમ્બર કરી હતી. મનરેગાના ભંડોળ અંગે, સીએમ મમતાએ કહ્યું કે, રાજ્યપાલ સીવી આનંદ બોઝે વચન આપ્યું હતું કે તેઓ આ મામલાને કેન્દ્ર સામે રજૂ કરશે. તેમણે કહ્યું કે, આજે છેલ્લો દિવસ હતો, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી. તેમણે કહ્યું કે, જો 16 નવેમ્બર સુધીમાં મનરેગાના બાકી નાણાં ચૂકવવામાં નહીં આવે તો અમે અમારી આગામી કાર્યવાહીની જાહેરાત કરીશું.

મનરેગા ફંડ અંગે 15મીએ બેઠક

મીડિયા અહેવાલ અનુસાર, ટીએમસી મનરેગા ફંડ રિલીઝ કરવા અંગે 15 નવેમ્બરે આ મુદ્દા પર તેની આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેશે. આ સંદર્ભે ટીએમસી કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બેઠક બોલાવશે.

Related posts

મધ્યપ્રદેશમાં હાર બાદ કમલનાથ આજે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા 

Navbharat

પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે

Navbharat

જેપી નડ્ડા 2024 ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીની સ્થિતિને મજબૂત કરવા માટે લોકસભા પ્રવાસ યોજનાની બેઠકની અધ્યક્ષતા કરશે

Navbharat