NavBharat
Spiritual

ગુરુ ગ્રહને ભાગ્ય સાથે જોડવામાં આવે છે, જીવનમાં કેટલીક સમસ્યાઓનું આવશે નિરાકરણ

ગુરુ ગ્રહના કારણે કેટલીક અડચણો આવતી હોય તો કેટલાક ખાસ ઉપાયો કે જે તમારી હેલ્થને લગતા તેમજ કેટલીક અન્ય મુશ્કેલીઓ આસાનીથી દૂર થઈ શકે છે. કરિયરમાં સફળતા માટે ગુરુને ભાગ્ય સાથે જોડવામાં આવે છે. જો જન્મકુંડળીમાં ગુરુ ખરાબ સ્થિતિમાં હોય તો ભાગ્ય કોઈ પણ કાર્યમાં તમારો સાથ નથી આપતું.

આ સમસ્યાઓ હોય છે મુખ્ય
વ્યક્તિને ધનની હાનિ, મહત્વના કામમાં અડચણો, લગ્નમાં અવરોધ, કામમાં સફળતાનો અભાવ પણ ખરાબ ગુરુનો સંકેત આપે છે. પેટ સંબંધિત શારીરિક સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસ, અપચો પણ ગુરુની દશા તરફ નિર્દેશ કરે છે. આ સાથે જ જો ગુરુની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને આંખ, ગળા, કાન, શ્વાસ અને ફેફસા સંબંધિત રોગોનો ભોગ બનવું પડી શકે છે.

આ છે ઉપાયો
જો તમારે કરિયરમાં સફળતા જોઈતી હોય તો ગુરુગ્રહ સાથે સંબંધિત પીળી વસ્તુઓનું ગુરુવારે દાન કરવું જોઈએ. જેમ કે સોનું, હળદર, ચણા, પીળા ફળ વગેરેનું દાન કરવાથી લાભ થશે. આ દિવસે ધાર્મિક અથવા શૈક્ષણિક પુસ્તકોનું દાન કરવું પણ શુભ છે. આવું કરવાથી ગુરુ ભગવાન પ્રસન્ન થાય છે અને બાળકોના ભણતરમાં આવતી અડચણો દૂર થાય છે.

પૂજાનું છે ખાસ મહત્વ
ગુરુવારે કેળાના ઝાડની પૂજા કર્યા પછી ભગવાન સત્યનારાયણ અથવા ગુરુવારની કથા સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે આ દિવસે પીળા રંગના કપડા પહેરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. આ સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમૃદ્ધિના પ્રતિક છે, તેથી ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. આમ કરવાથી દામ્પત્ય જીવન સુખી બને છે અને સુખ-સમૃદ્ધિ રહે છે. ગુરુવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરવાથી ભગવાન ગુરૂની કૃપા પ્રાપ્ત થાય છે.તેની સાથે ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી અને દીવો કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

Related posts

તમારા ઘરનું રસોડું વાસ્તુ પ્રમાણે આ રીતે બનાવો, જીવનમાં થશે અનેક લાભો 

Navbharat

કારતક મહિનામાં ક્યારે છે વૃશ્ચિક સંક્રાંતિ? જાણો તેની પૂજા વિધિ, મહત્ત્વ અને શુભ સમય વિશે!

Navbharat

શુક્રવારનો દિવસ રાશિ પ્રમાણે કેટલીક રાશિના લોકો માટે ખૂશ ખબર લઈને આવશે, જાણો શું કહે છે રાશિ ભવિષ્ય 

Navbharat