NavBharat
Education

ગાંધીનગર જીલ્લા રોજગારકચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું, 4 અને 5 તારીખે યોજાશે જોબ ફેર

ગાંધીનગર જીલ્લા રોજગારકચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું, 4 અને 5 તારીખે યોજાશે.

ગાંધીનગર જીલ્લા રોજગારકચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ થી ૩૫ વર્ષના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

જીલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા.૦૪ અને ૦૫ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકેટેક મહિન્દ્રા લીમીટેડ,૧૯મા માળે,કયુસી બિલ્ડીંગ,ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે CSA (કસ્ટમર સપોર્ટ એસોસિએટ)ની પોસ્ટ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ૧૮ થી ૩૫ વર્ષના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. આથી રોજગાર વાંચ્છુક યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરેલ છે. રોજગાર વાંચ્છુકો નીચે મુજબ યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને બાયોડેટાની નકલ સાથે રૂબરૂ ભાગ લેવા જીલ્લા રોજગારકચેરી, ગાંધીનગર જણાવવામાં આવે છે.

ખાસ કરીને અવારનવાર જોબ ફેર ને લગતા આયોજન ગાંધીનગર જિલ્લાની અંદર થતા આવ્યા છે ત્યારે તેની અંદર અગાઉ વિવિધ કંપનીઓ દ્વારા સ્કીલ બેઝ યુવાનોને નોકરીઓ પણ આપવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર જોબ નું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે જેમાં નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો પોતાની સ્કિલને લઈને ભાગ લઇ શકે છે વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળે છે અને નવી રોજગારીનું સર્જન પણ થાય છે.

: રોજગાર મેળો આ જગ્યા પર રહેશે

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા.૦૪ અને ૦૫ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકેટેક મહિન્દ્રા લીમીટેડ, ૧૯ મા માળે, કયુસી બિલ્ડીંગ, ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે આ આયોજન રહેશે.

Related posts

BYJU એ જૂન માટે તેના મોટાભાગના કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ (PF) ચૂકવ્યું નથી.

Navbharat

પ્રોફેશનલ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે પાવરપોઈન્ટ ટિપ્સ

Navbharat

દરેક કેમિકલની ઝેરી અસર નિવારવા એન્ટી-ડોટનું નિર્માણ જરૂરી: NFSU કુલપતિ

Navbharat