NavBharat
Tech

ભારતમાં દિવાળી પર લોન્ચ થશે IQOO 12 સીરીઝનો આ શાનદાર ફોન! જાણો તેના અદ્ભૂત ફીચર્સ વિશે

વિશ્વમાં ભારત એ સ્માર્ટફોનનું મોટું માર્કેટ છે. અહીં દુનિયાભરની સ્માર્ટફોન કંપનીઓ સતત તેમના નવા પ્રોડક્ટનું લોન્ચિંગ કરે છે. ત્યારે હવે વધુ એક ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક IQ એ ભારતમાં તેના નવા સ્માર્ટફોનની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. કંપની આ સ્માર્ટફોનને IQOO 11 ના અનુગામી તરીકે લોન્ચ કરી રહી છે જે આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. IQOO 12 એ ભારતમાં પહેલો સ્માર્ટફોન છે જે Qualcomm ના લેટેસ્ટ પ્રોસેસર Snapdragon 8 Gen 3 ચિપસેટ પર લોન્ચ કરવામાં આવી રહ્યો છે. અત્યારે Xiaomi 14 દુનિયાનો એકમાત્ર એવો ફોન છે જે પોતાના ફોનમાં Qualcommનું લેટેસ્ટ પ્રોસેસર વાપરી રહ્યું છે અને આ સ્માર્ટફોનને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

IQ Indiaના CEO નિપુન મારિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરી માહિતી આપી કે, કંપનીનો નવો સ્માર્ટફોન IQOO 12,12મી નવેમ્બરે એટલે કે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ IQ એ BMW મોટર સ્પોર્ટ સાથે ભાગીદારી કરી છે અને કંપની IQOO 12ની BMW પ્રેરિત આવૃત્તિ લોન્ચ કરશે.

જાણો ફોનના ફીચર્સ વિશે

મીડિયા અહેવાલ મુજબ, IQOO 12માં ફ્લેટ ડિસ્પ્લે, 1.5k રિઝોલ્યુશન સાથે 6.78 ઇંચ પંચ હોલ OLED ડિસ્પ્લે મળી શકે છે, જે 144hzના રિફ્રેશ રેટ અને 3000 nitsની પીક બ્રાઇટનેસ સાથે આવી શકે છે. સ્માર્ટફોનની સુરક્ષા માટે, તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી શકે છે. આ મોબાઈલ ફોનમાં તમને Qualcommનું લેટેસ્ટ ચિપસેટ Snapdragon 8 Gen 3 મળી શકે છે, જે અદભૂત પરફોર્મન્સ આપશે. ફોટોગ્રાફી માટે, તમે ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ જોઈ શકાશે, જેમાં 50MP મુખ્ય કેમેરા, 50MP અલ્ટ્રા વાઈડ લેન્સ અને 64MP પેરિસ્કોપ લેન્સ હોઈ શકે છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે કંપની ફ્રન્ટ પર 16MP કેમેરા આપી શકે છે. આ મોબાઈલ ફોન 5000 mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવી શકે છે, જે 120 વોટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં તમને 3X ઓપ્ટિકલ ઝૂમ અને 100x ડિજિટલ ઝૂમની સુવિધા મળશે. કિંમત સંબંધિત હાલ કોઈ માહિતી સામે આવી નથી.

Related posts

સૌથી સસ્તું 5G સ્માર્ટફોન – POCO M6 5G INR 9,499* ની અકલ્પનીય કિંમતે લૉન્ચ થાય છે

Navbharat

ભારતમાં પણ મેટા કેટલાક ફેસબુકના એકાઉન્ટ પર લાવી શકે છે પ્રતિબંધ, અમેરીકામાં હજારો એકાઉન્ટ કર્યા બંધ

Navbharat

આઈપીએલને લઈને મોટા સમાચાર – પ્રથમ વખત ઓક્શન વિદેશમાં, કેટલાક ખેલાડીઓ પર રહેશે નજર

Navbharat