NavBharat
Sport

IPLની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થશે, 1166 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન

IPL માર્ચ 2024ના અંતમાં શરૂ થશે અને મેના છેલ્લા સપ્તાહમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થશે. આ સાથે જ આવતા સપ્તાહ સુધીમાં હરાજી શરુ થશે. જેમાં ખાસ કરીને પ્રથમ વખત દુબઈમાં આયોજન કરવામાં આવ્યું છે. આઈપીએલની મેચો આગામી સમયમાં શરુ થાય એ પહેલા જ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આઈપીએલને લઈને આ વખતે ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે કેમ કે, કેટલાક ફેરફારો ખેલાડીઓ વચ્ચેના અત્યારથી જ ટીમોમાં સામે આવી રહ્યા છે. ત્યારે વર્લ્ડકપ બાદ દર્શકોને પણ આઈપીએલનો ભારે ઉત્સાહ છે. 

 
આઈપીએલમાં આ વખતે પણ ગત વખત જેટલો ઉત્સાહ દર્શકોમાં અત્યારથી જ છે જેથી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. IPL માર્ચ 2024ના અંતમાં શરૂ થશે અને મેના છેલ્લા સપ્તાહમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થશે. મીડીયા અહેવાલો અનુસાર IPLની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થશે, જેના માટે કુલ 1166 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રથમ વખત હશે જ્યારે દેશભરમાં હરાજીનું આયોજન કરવામાં આવશે. 10 ટીમો મળીને 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને 1166 ખેલાડીઓ પર દાવ લગાવશે. કુલ 77 સ્લોટ ભરવામાં આવશે, જેમાં 30 વિદેશી ખેલાડીઓ સામેલ થશે. ખાસ કરીને આ વખતે આઈપીએલની હરાજી દુબઈમાં પ્રથમ વખત યોજાશે. આ પ્રથમ વખત હશે જ્યારે હરાજી દેશની બહાર યોજવામાં આવી રહી છે પરંતુ મેચ માર્ચના અંતમાં શરૂ થવાની અને મે અથવા જૂન સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે.
 
વુમન પ્રિમીયમ લીગનું આ છે અપડેટ વુમન પ્રિમીયમ લીક મીડીયા અહેવાલો અનુસાર 2જી કે 3જી ફેબ્રુઆરીએ શરૂ થશે. BCCI અને ફ્રેન્ચાઈઝી વચ્ચે ચર્ચા કર્યા બાદ જ WPLનું સ્થળ નક્કી કરવામાં આવશે. મેચો મુંબઈ અથવા બેંગલુરુમાં યોજાય તેવી શક્યતા છે. ડબલ્યુપીએલની પ્રથમ સીઝન 4 થી 26 માર્ચની વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમ અને બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી.

Related posts

એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે 228 રને જીત

Navbharat

ટી -20 વર્લ્ડ કપ 2022 પાકિસ્તાન ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ત્રીજી ટી -20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો

Navbharat

વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ખેલાડી લારાએ ગિલ વખાણમાં લગાવ્યા ચાર ચાંદ

Navbharat