NavBharat
Sport

NZ Vs PAK: મેચમાં વરસાદનું વિઘ્ન, જો મેચ નહીં થાય તો કઈ ટીમને થશે ફાયદો! શું કહે છે DLSના નિયમો?

આજે એટલે કે 4 નવેમ્બર, શનિવારે બેંગ્લોરમાં ICC વર્લ્ડકપ-2023 ટુર્નામેન્ટની 35મી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. જો કે, હાલ વરસાદના કારણે મેચ રોકાઈ છે. સેમીફાઈનલની રેસમાં રહેવા માટે પાકિસ્તાનને કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી છે. સાથે જ આ મેચ ન્યૂઝીલેન્ડ માટે પણ એટલી જ મહત્ત્વની છે. હાલ મેચમાં પાકિસ્તાનની સ્થિતિ સારી હતી. 402 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને એક વિકેટના નુકસાન પર 21 ઓવરમાં 160 રન બનાવ્યા છે. ફખર ઝમાને સદી ફટકારી છે. જ્યારે કેપ્ટન બાબર આઝમ પણ અડધી સદીથી માત્ર 3 રન દૂર છે. પાકિસ્તાનનો નેટ રન રેટ સુધારવા માટે 35 ઓવરનો ટાર્ગેટ છે. જો કે વરસાદે હાહાકાર મચાવ્યો છે.

પાકિસ્તાન DLS કરતા 10 રન આગળ

માહિતી મુજબ, જો વરસાદને કારણે મેચ પૂર્ણ નહીં થાય તો અમ્પાયર DLS હેઠળ પરિણામ જાહેર કરવામાં આવશે. જો ડીએલએસની વાત કરીએ તો પાકિસ્તાનને 21 ઓવરમાં 150 રન બનાવવાના હતા, જે તેણે પાર કરી લીધા છે. પાકિસ્તાને 21.3 ઓવરમાં 160 રન બનાવી લીધા છે. આવી સ્થિતિમાં તે DLS હેઠળ 10 રનથી આગળ છે.

ન્યુઝીલેન્ડ માટે ખતરાના એંધાણ

જો વરસાદના કારણે મેચ પૂર્ણ નહીં થાય તો પાકિસ્તાન મેચ જીતી જશે. તે જ સમયે, ન્યુઝીલેન્ડની આશાઓને ફટકો લાગશે. કારણ કે ન્યુઝીલેન્ડની આ સતત ચોથી હાર હશે અને તેની સેમીફાઈનલમાં પહોંચવાની આશાને ફટકો પડશે.

રચિન અને વિલિયમસની શાનદાર ઇનિંગ્સ

જો મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને ધમાકેદાર 401 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્રએ સદીની ઇનિંગ રમી હતી. તે જ સમયે ઈજા બાદ પરત ફરેલા કેન વિલિયમસને 95 રનની ઈનિંગ રમી હતી. મોહમ્મદ વસીમ જુનિયરને ત્રણ વિકેટ મળી હતી.

Related posts

Essilor®ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીને પસંદ કર્યા

Navbharat

અમદાવાદ કેવી રીતે વર્લ્ડ કપ દરમિયાન સમર્થન આપી શકે છે

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર બેવરેજ ભાગીદાર Thums Up, હવે પછીની કેમ્પેન “થમ્સ અપ ઉઠા, ઇન્ડિયા ઇન્ડિયા મચા” રજૂ કરે છે

Navbharat