મ કે, શરે બજારનો ગ્રાફ સતત ઉપર જતો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ 232 પોઈન્ટ ઘટ્યો છે જ્યારે નિફ્ટી 22900 ની નીચે આવતતા રોકાણકારોમાં આજે થોડી નિરાશા પણ જોવા મળી છે. જો કે છેલ્લા કેટલાક દિવસમાં સતત તેજીનો માહોલ જોવા મળતા બજારનો સિનારીયો બદલાયો હતો. જે આ મુજબ છે.
ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ આજે નરમાશ જોવા મળી છે. ગત શુક્રવારે આ તેજી શરુ થઈ હતી ત્યારે ગઈકાલે પણ બુધવારે પણ બજાર તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.52 ટકા અથવા 357 પોઇન્ટના વધારા સાથે 69,653 પર બંધ થયો હતો.
રોકાણકારોને આ સપ્તાહમાં થયો મોટો ફાયદો
ગત શુક્રવારથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે ભારતીય બજારમાં વિદેશી મૂડીનો પ્રવાહ ચાલુ રહેવાને કારણે મંગળવારે સવારના વેપારમાં મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટીએ પહોંચવાથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.4 લાખ કરોડનો વધારો થયો છે. છેલ્લા સાત દિવસ દરમિયાન સતત ખરીદી કરી છે.આ ગતિ ભારતીય બજારમાં સંસ્થાકીય રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
આ શેરોમાં તેજી જોવા મળી શકે છે. જેમાં પતંજલિ ફૂડ્સ, વેદાંત, આરબીએલ બેંક, જેકે પેપર, પાવર ગ્રીડ અને ઉજ્જિવન SFB પર તેજીનું વલણ દર્શાવ્યું છે.કેટલાક શેરના ભાવમાં ઉપરની ગતિ જોવા મળી શકે છે. તેવી જ રીતે, તે મંદી પણ સૂચવે છે.વિશ્લેષકોના મતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તેમની વેચાણ વ્યૂહરચના બદલી છે અને છેલ્લા સાત દિવસ દરમિયાન સતત ખરીદી કરી છે. જેથી આજે નરમાશ જોવા મળી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 169.94 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 69,035.06 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 52.60 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 20,739.40 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચી ગયો હતો.