NavBharat
Sport

 ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કરાયો, તેની સ્પર્ધામાં છે બે ખેલાડીઓ

 ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કરાયો છે પરંતુ તેની સ્પર્ધામાં બે ખેલાડીઓ છે. આ બન્ને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ છે. વર્લ્ડ કપમાં મોટો મોટો ધૂરંધર બેસ્ટમેનોને શમી એ તેની બોલિંગથી ચાલતા કર્યા હતા. આ વખતે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું જેથી આ નોમિનેશન મળ્યું છે.

શમીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી જેથી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ પણ સામેલ છે. જેની સ્પર્ધા આ બે ખેલાડીઓ સાથે છે. 

શમીને નવેમ્બર મહિનામાં તેના શાનદાર પ્રદર્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. શમીએ એવોર્ડ જીતવા માટે ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને હરાવવા પડશે. તેની સ્પર્ધા ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડ છે.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મેક્સવેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગયા મહિને તેની ત્રણ વનડે મેચોમાં તેણે 152.23ના સ્ટ્રાઈક રેટ સાથે 204ની એવરેજથી 204 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બે વિકેટ પણ લીધી હતી. ભારત સામેની T20 શ્રેણીની બે મેચમાં તેણે 207.14ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 116 રન બનાવ્યા હતા. જેમાં એક સદીનો સમાવેશ થાય છે.

ટ્રેવિસ હેડની વાત કરીએ તો તે ઈજાના કારણે ઘણી મેચ રમી શક્યો ન હતો. તે ઈજા બાદ પરત ફર્યો હતો અને ઓક્ટોબરના અંતમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. હેડે ફાઈનલ સુધી આ પ્રદર્શન ચાલુ રાખ્યું. નવેમ્બરમાં તેણે પાંચ વનડેમાં 220 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હેડની એવરેજ 44 હતી. તેને સેમી ફાઈનલ અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી વખત ચેમ્પિયન બનાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Related posts

અમદાવાદ કેવી રીતે વર્લ્ડ કપ દરમિયાન સમર્થન આપી શકે છે

Navbharat

Triumph Speed 400ની પ્રથમ બેચની અમદાવાદ ડિલીવરી કરાઇ

Navbharat

સૌરવ ગાંગુલીએ વનડે વર્લ્ડ કપ 2023 માટે તેના સેમિ-ફાઇનલિસ્ટની પસંદગી કરી

Navbharat