NavBharat
Tech

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતી, ઐયર, અક્ષર અને અર્શદીપે કર્યું અદભૂત પ્રદર્શન 

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ઘર આંગણે રમાએલી સીરીઝ પોતાના નામે કરી છે. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને છ રને હરાવ્યું હતું. અંતિમ ઓવર સુધી રસાકસી આ મેચમાં જોવા મળી હતી. આ સાથે જ આ મેચમાં ઐયર, અક્ષર અને અર્શદીપે શાનદાર પ્રદર્શન કરતા ટીમને મજબૂતાઈ મળી હતી. ભારતે પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને છ રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 4-1થી જીતી લીધી છે. 

ભારતે ઓસ્ટ્રેલિયાને 19મી વખત માત આપી 
ટી20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 19મી વખત હરાવ્યું છે. એક ટીમ સામે ભારતની આ સંયુક્ત સૌથી મોટી જીત છે. તેણે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20માં પણ 19-19થી જીત મેળવી છે. 

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા હતા 160 રન
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં આઠ વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને બે-બે સફળતા મળી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. 

ભારતીય ટીમની હતી ધીમી શરુઆત
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં તેને બે આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. બંને ઓપનર યશસ્વી જયસ્વાલ (21) અને ઋતુરાજ ગાયકવાડ (10) પેવેલિયન પરત ફર્યા હતા. અય્યરે અક્ષર પટેલ સાથે ભાગીદારી કરી હતી. તેણે ઇનિંગની 17મી ઓવરમાં બેનના બોલ પર ઓફ સાઈડ પર ચોગ્ગો ફટકાર્યો. અય્યર 53 રન બનાવીને આઉટ થયો હતો અને અક્ષર 31 રન બનાવીને આઉટ થયો હતો. આ બંનેએ ટીમને 160 રનના સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

Related posts

વોટ્સએપ અને સિગ્નલ સાથે સ્પર્ધા કરવા ગૂગલ લાવી રહ્યું છે તેની નવી મેસેજિંગ એપ! મળી શકે છે આ સુવિધાઓ

Navbharat

1 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ પર Moto G14 પ્રી-બુક કરો

Navbharat

માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખ અનંત મહેશ્વરીએ રાજીનામું આપ્યું

Navbharat