NavBharat
Entertainment

ભારત: માર્વેલ્સ એન્ડ મિસ્ટ્રીઝ, પ્રીમિયર 4 જાન્યુઆરી 2024, રાત્રે 9 વાગ્યે, દર ગુરુવાર-શુક્રવારે, માત્ર હિસ્ટ્રી ટીવી18 પર

ભારતના ઇતિહાસની અજાયબીઓ અને રહસ્યોનું એક વિસરાઈ ગયેલું
પ્રકરણ, પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓનું વૈશ્વિક જ્ઞાન અને એ
મોઢેરાના જાજરમાન સૂર્યમંદિરમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે, એ
માત્ર હિસ્ટ્રી ટીવી18 પર દર્શાવ્યું છે. જોડાઓ ‘'ઇન્ડિયાઃ માર્વેલ્સ એન્ડ
મિસ્ટ્રીઝ વિથ વિલિયમ ડેલરીમ્પલ'’ની નવી સીઝન દર ગુરુવારે અને
શુક્રવારે રાત્રે ૯ વાગે જોવા માટે માત્ર હિસ્ટ્રી ટીવી18 પર.
બ્રમ્હગુપ્તની રસપ્રદ વાર્તા અને એમનો વારસો કઈ રીતે મોઢેરામાં
આવેલા સૂર્ય મંદિરને આકાર આપે છે, જુઓ માત્ર હિસ્ટ્રી ટીવી18ની
તદ્દન નવી સીઝન 'ઇન્ડિયાઃ માર્વેલ્સ એન્ડ મિસ્ટ્રીઝ વિથ વિલિયમ
ડેલરીમ્પલ' માં.
ગુજરાતમાં, મોઢેરા ખાતે આવેલું સૂર્યમંદિર એક સહસ્ત્રાબ્દી (પ્રાચીન)
સંકુલ છે, જે પ્રાચીન ભારતમાં ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રની અદ્યતન
સમજણના એક અદ્ભૂત પુરાવા તરીકે ઉભું છે. આ શુક્રવારે, હિસ્ટ્રી
ટીવી18 તમને 'ઇન્ડિયાઃ માર્વેલ્સ એન્ડ મિસ્ટ્રીઝ વિથ વિલિયમ
ડેલરીમ્પલ’માં આ મધ્યયુગીન અજાયબીના ઇતિહાસ અને મહત્વ વિષે
ઊંડાણપૂર્વક જાણકારી આપશે.

અમદાવાદથી લગભગ ૧୦୦ કિલોમીટરના અંતરે કર્કવૃત્ત પર
વ્યૂહાત્મક રીતે સ્થિત આ મંદિર સૂર્યપ્રકાશના પ્રથમ કિરણોને પોતાના
પ્રવેશ મંડપ (ગર્ભ ગૃહ) સાથે સંપૂર્ણ રીતે સાંકળી લે છે, જે અવકાશી
હલનચલન સાથે ગાઢ જોડાણનું પ્રતીક છે. 'સૂર્યવંશી' રાજા ભીમ દેવ
સોલંકી દ્વારા નિર્મિત, સંભવતઃ ૧૦૨૭માં, આ સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિ
માત્ર સૂર્ય ભગવાનનું સન્માન જ નથી કરતી, પરંતુ એના માળખામાં
સમયના સાર અને બ્રહ્માંડને સમાવી લે છે.
આ શો, મંદિરની અંદરનું દરેક તત્વ, સ્તંભોની સંખ્યાથી માંડીને
મૂર્તિઓની સંખ્યા સુધી, સમયના એકમનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરે છે
એ દર્શાવે છે. (એની જાણકારી આપે છે). મોઢેરાના સૂર્યમંદિરમાં કળા,
વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો આ ઉત્કૃષ્ટ સંગમ પ્રાચીન ભારતની
માત્ર સ્થાપત્ય ક્ષમતા જ નહીં પરંતુ બ્રહ્માંડ વિશેની ગૂઢ સમજણ પણ
પ્રદર્શિત કરે છે, જે એને એક સાચી અજાયબી બનાવે છે, જે સમયને
અતિક્રમી જાય છે (ઓળંગી જાય છે). આ વિસ્તૃત વાર્તા વૈદિક
બ્રહ્માંડશાસ્ત્રમાં ૧૦૮ની સંખ્યાનું મહત્વ અને એ, આ મંદિરના નિર્માણમાં
કેવી રીતે પ્રતિબિંબિત થાય છે આના જેવું ઘણું બધું દર્શાવે છે. શું આનો
અર્થ એ છે કે હજારો વર્ષો પહેલા પ્રાચીન ભારતીયો બ્રહ્માંડના કોડને
તોડી રહ્યા હતા? Indophile અને પ્રખ્યાત ઇતિહાસકાર વિલિયમ
ડેલરીમ્પલ આ પ્રશ્નોના જવાબ આ શુક્રવાર, ૫ મી જાન્યુઆરીએ રાત્રે ૯
વાગે હિસ્ટ્રી ટીવી18પર આપે છે.

દર અઠવાડિયે, આ શ્રેણી, આકર્ષક વાર્તા કહેવાની સાથે ઉત્કૃષ્ટ શ્રેણીની
ગુણવત્તાને જોડે છે, જે ભારતના છુપાયેલા ખજાના પર એક નવો
પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે. આ અભિભૂત શોધમાં જીવંત કરવામાં આવેલા,
વિસરાઈ ગયેલા ભૂતકાળના રહસ્યો અને અજાયબીઓને ઉજાગર
કરવા માટે તૈયાર રહો. હિસ્ટ્રી ટીવી18 પર દર ગુરુવારે અને શુક્રવારે
રાત્રે ૯ વાગે ભારતની સમૃદ્ધ વાર્તાઓની ટેપસ્ટ્રી દ્વારા આ પ્રવાસમાં
અમારી સાથે જોડાઓ.
જોડાઓ ‘'ઇન્ડિયાઃ માર્વેલ્સ એન્ડ મિસ્ટ્રીઝ વિથ વિલિયમ ડેલરીમ્પલ'’ની
નવી સીઝન દર ગુરુવારે અને શુક્રવારે રાત્રે ૯ વાગે જોવા માટે માત્ર
હિસ્ટ્રી ટીવી18 પર.

Related posts

વાણી કપૂર 35 વર્ષની થઈ ગઈ અભિનેત્રીએ જન્મદિવસની ઉજવણી કરી

Navbharat

રિલીઝ પહેલા જ રણબીર કપૂરની ‘એનિમલ’નો ધમાકો, માત્ર 3 દિવસમાં થયું લાખો ટિકિટનું એડવાન્સ બુકિંગ!

Navbharat

8 દિવસમાં રણબીરની ફિલ્મ એનિમલે કરી અધધ કમાણી, પિક્ચર અભી બાકી હે..

Navbharat