NavBharat
Sport

ભારતે ચાર મેચની T20 શ્રેણીની ચોથી મેચ 20 રને જીતી લીધી, ભારતે શ્રેણીમાં મેળવી સરસાઈ

ભારતે ચાર મેચની T20 શ્રેણીની ચોથી મેચ 20 રને જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમ 154 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચની સાથે જ શ્રેણી પણ ગુમાવી દીધી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ ગુમાવીને માત્ર 154 રન બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ.

જીતમાં સ્પિન બોલરોએ સૌથી વધુ ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ચાર વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી. અક્ષર પટેલે ત્રણ અને દીપક ચહરે બે વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈ અને અવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી. જોકે, ભારતીય સ્પિનરોએ ખૂબ જ સંયમપૂર્વક બોલિંગ કરી હતી અને અક્ષર-રવીએ મળીને આઠ ઓવરમાં 33 રન આપ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી.

ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 37 રન અને જીતેશ શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું. રૂતુરાજ ગાયકવાડ 32 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડાવરિસે ત્રણ અને તનવીર સંઘા-જેસન બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી. એરોન હાર્ડીને એક વિકેટ મળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા છેલ્લી બે ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી અને પાંચ વિકેટ ગુમાવી દીધી. આ કારણે ભારતનો સ્કોર 200 રનની નજીક પહોંચી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મેથ્યુ વેડે સૌથી વધુ અણનમ 36 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 31 રન અને મેથ્યુ શોર્ટે 22 રનનું યોગદાન આપ્યું હતું. બેન મેકડર્મોટ અને ટિમ ડેવિડે 19-19 રનનું યોગદાન આપ્યું હતું.

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા : વિજેતાઓ માટે અંદાજે બે કરોડથી વધુ રકમના ઇનામો જાહેર કરાયા

Navbharat

IndvsAus: પહેલી ટી20 મેચ જીત્યા બાદ યુવા ‘ફિનિશર’ રિંકુ સિંહે MS ધોનીને કર્યો યાદ, કહી આ વાત!

Navbharat

IPL 2024: ગૌતમ ગંભીરે કરી ‘ઘર વાપસી’, શાહરૂખ ખાનની KKRમાં મળી આ મોટી જવાબદારી

Navbharat