NavBharat
Health

ઈનડીડ સર્વેક્ષણ: બ્લ્યુ-કોલર કામદારોની વ્યાજબી વેતન, શારીરિક સુરક્ષા અને માનસિક સુખાકારી ઇચ્છે છે

82% જોબવાંચ્છુઓ તેમની દૈનિક જિંદગીને ટકાવી રાખવા વેતન વળતરને અગ્રિમતા આપે છે અને 73%

કાર્યસ્થળે શારીરિક સુરક્ષાને મહત્ત્વ આપે છે

અગ્રણી વૈશ્વિક મેચીંગ અને રોજગારી આપતુ પ્લેટફોર્મ Indeedએ તાજેતરમાં જ ‘The Job Search Process:
A Look from the Inside Out’ (જોબ શોધવાની પ્રક્રિયાઃ અંદર બહારથી એક દ્રષ્ટિપાત)નામના શિર્ષકવાળુ
સર્વેક્ષણ બહાર પાડ્યુ છે. આ અહેવાલ જોબવાંચ્છુઓની સંવેદનામાં ઊંડી ડૂબકી મારવાનો હેતુ ધરાવે છે,
કેમ કે ભવિષ્યના કાર્યમાં સતત સુધારો થઇ રહ્યો છે. આ અહેવાલ બ્લ્યુ-કોલર કર્મચારીઓ (શારિરિક શ્રમ
કરતા મજૂરો) તેમની જોબની શોધ કરે છે અને તેમના દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ અંતરાયો
જેવા તત્ત્વોને ઉજાગર કરે છે
આ સર્વેક્ષણ બ્લ્યુ-કોલર જોબવાંચ્છુઓને રોજગારીની શોધ સમયે અસર કરતા અગત્યના પરિબળોને
ઉજાગર કરે છેઃ

સર્વેક્ષણના તારણો પર ટિપ્પણી કરતા, ઈનડીડ ઈન્ડિયાના વેચાણ વડા શશી કુમારે કહ્યું: “બ્લુ કોલર
કામદારો અર્થતંત્રની કરોડરજ્જુ છે. સર્વેક્ષણના તારણો દર્શાવે છે કે બ્લુ-કોલર કામદારો એવી નોકરીઓ
શોધી રહ્યા છે જે ફક્ત પગાર કરતાં વધુ ઓફર કરે છે. તેઓ એવી નોકરીઓ ઇચ્છે છે જે તેમને સુરક્ષાની
ભાવના, વિકાસ કરવાની તક અને વિશ્વમાં પરિવર્તન લાવવાની તક આપતી હોય.

ટકાઉ સ્તરનું વેતન:બ્લ્યુ-કોલર જોબવાંચ્છુઓની અગ્રિમતા વ્યાજબી વેતન છે. સર્વેક્ષણના તારણો પર
આધારિત, 82% બ્લ્યુ-કોલર જોબવાંચ્છુઓ એવી રોજગારીની શોધમાં હોય છે જે તેમને ફક્ત ટકાઉ સ્તર
કરતા પૂરતી ડીસ્પોઝેબલ (નિકાલયોગ્ય) આવક પૂરી પાડી શકે.
આમ છતાં, ફક્ત 18% જ લોકો આવી આવક કમાઇ શકવા સમર્થ બને છે. જ્યારે 56% બ્લ્યુ-કોલર
જોબવાંચ્છુઓ હાલમાં તેમની પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળાય એટલુ જ કમાય છે. વધુમાં, 39%
જેનઝેડ બ્લ્યુ-કોલર કામદારો તેમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલી પણ કમાણી કરતા નથી.

શારીરિક સુરક્ષા:નોંધપાત્ર 73% જોબવાંચ્છુઓ તેમની નોકરીની પ્રકૃતિને કારણે કાર્યસ્થળની સલામતીને
પ્રાથમિકતા આપે છે. અકસ્માતો અને ઇજાઓને રોકવા માટે સલામત વાતાવરણની ખાતરી કરવી જરૂરી છે,
જે આ કામદારો માટે અગ્રિમ ચિંતા બનાવે છે.

Related posts

અમલીકરણના એક વર્ષમાં ABHA-આધારિત સ્કેન અને શેર સેવાનો ઉપયોગ કરીને 1 કરોડ OPD ટોકન્સ જનરેટ થયા

Navbharat

અમદાવાદમાં ૧૨મું સૌથી મોટું ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શન યોજાશે

Navbharat

રોગપ્રતિકારક ક્ષમતા અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે અંજીર, ડાયેટમાં સામેલ કરવાથી મળે છે આ અદ્ભુત લાભ

Navbharat