NavBharat
Business

લગ્નગાળાની સિઝન શરૂ થતા પહેલા સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો ક્યાં પહોંચ્યા ભાવ?

હવે દેશમાં લગ્નગાળો શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલના ઉછાળા બાદ આજે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. સતત વધારા વચ્ચે સોનાનો ભાવ રૂ. 61 હજારની સપાટીને પાર કરી ગયો છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમસીએક્સ પર સોનાની કિંમત 0.14 ટકાના વધારા સાથે રૂ. 61109 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી છે. આ સિવાય, ચાંદીની વાત કરીએ તો કિંમત 0.18 ટકાના વધારા સાથે પ્રતિ કિલો રૂ. 72,900થી વધુ નોંધાઈ છે.

22 કેરેટ સોનાની શું છે કિંમત?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 57 હજાર પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય, મુંબઈમાં તેની કિંમત રૂ.56,800થી વધુ છે. કોલકાતામાં રૂ. 56,850 અને ચેન્નાઈમાં રૂ. 57,400 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નબળા યુએસ ડોલર અને ઓછી ટ્રેઝરી યીલ્ડના કારણે બુલિયનની માગમાં વધારો થયો છે. આ કારણે ગુરૂવારે સોનાના ભાવ પ્રતિ ઔંસ $2,000ની નજીક પહોંચી ગયા હતા. રિપોર્ટ અનુસાર, સ્પોટ ગોલ્ડ 0.3 ટકાના વધારા સાથે $1,995.38 પ્રતિ ઔંસ પર છે. અન્ય કિંમતી ધાતુઓમાં હાજર ચાંદીનો ભાવ 0.3 ટકા વધીને 23.67 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

Related posts

કેશફ્રી પેમેપે ન્ મેટ્સ આરબી આઈ તરફથી પેમેપે ન્ મેટ એગ્રી ગેટર લા ઇસન્સ મેળમે વ્યું; સમગ્ર ભા રતમાં વેપાવે પારી ઓનું સંગસં ઠન શરૂ થયું

Navbharat

વેદાંત છ કંપનીઓમાં વિભાજિત થાય છે

Navbharat

17 જુલાઈએ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો

Navbharat