NavBharat
Sport

IPLમાં ફરી એકવાર બધાની નજર ચેન્નાઈ સુપર કિંગ્સના થાલા તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, પરંતુ ધોની બાદ કોણ

મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ ટીમ માટે પહેલી ટૂર્નામેન્ટથી લઈને અત્યાર સુધી હોટ ફેવરીટ છે. ચેન્નાઈને અનેક મોટી જીતો અપાવી છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમે એક સાથે 
5 ટ્રોફી નામે કરી છે. ત્યારે દક્ષિણ ભારતમાં પણ તેનું માન પાન ત્યાંના સ્ટાર એક્ટરથી કમ નથી. ત્યારે માહી ચેન્નાઈની કમાન આ વર્ષે સંભાળશે તેની એન્ટ્રી મેદાન પર 
પડતાની સાથે જ દર્શકો તાલીઓથી તેને વધાવી લે છે. ધોનીને રમતો જોવા ચાહકોમાં મોટો ક્રેઝ છે કદાચ આવી લોકચાહના ભાગ્યે જ કોઈ ક ખેલાડીને આઈપીએલમાં મળી 
હશે ત્યારે માહી આ વર્ષે ચોક્ક્સથી રમી રહ્યો છે પરંતુ આવતી સિઝન બાદ તેનું સ્થાન કોણ લેશે. તે એક મોટો સવાલ છે. 

IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ થવાની છે. 42 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. તે આગામી 
વખતે પણ ટુર્નામેન્ટમાં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. ધોની પછી ચેન્નાઈની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે ચાહકો પહેલેથી જ 
ચિંતિત છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ઘણા સમયથી વિચારી રહી છે કે ધોનીની જગ્યાએ કોણ કમાન સંભાળશે. તેણે 2021માં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો, પરંતુ તે દાવ ફળ્યો નહીં. 
જાડેજાએ માત્ર આઠ મેચ બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તાએ કહ્યું છે કે ધોનીની જગ્યાએ કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર 
રિષભ પંત યોગ્ય ઉમેદવાર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત બાદ પંતે હજુ સુધી વાપસી કરી નથી. જો કે, તેણે તેની પ્રેક્ટિસમાં મોટા પાયે સુધારો 
દર્શાવ્યો છે અને તે IPL 2024માં રમતા જોવા મળે તેવી ઉચ્ચ સંભાવના છે.

ધોની પછી ચેન્નાઈની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે ચાહકો પહેલેથી જ ચિંતિત છે. દીપ દાસગુપ્તાએ X પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે, બની શકે છે રિષભ પંતને 
આ સ્થાન મળી પણ શકે છે. એમએસ ધોની અને રિષભ પંત ખૂબ નજીક છે. સ્વાભાવિક છે કે ઋષભ તેને ઘણો પસંદ કરે છે અને ધોની પણ તેને ઘણો પસંદ કરે છે. બંને ઘણો 
સમય સાથે વિતાવે છે. બંનેની વિચારસરણી ખૂબ સમાન છે.

તાજેતરમાં દિલ્હી કેપિટલ્સે IPL 2024 માટે થોડા દિવસો માટે કેમ્પ ગોઠવ્યો હતો. રિષભ પંત આમાં સામેલ નહોતો. ફ્રેન્ચાઈઝીના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે 
પંતની ફિટનેસમાં સુધારો થઈ રહ્યો છે અને તે આવતા વર્ષે આઈપીએલમાં રમતા જોવા મળશે. તે ટીમની કેપ્ટનશિપ પણ કરશે. એથી જોવાનું એ રહ્યું કે, હવે કોણ આ ધૂરા 
સંભાળે છે.

Related posts

ફિફા મહિલા વિશ્વ કપ 2023

Navbharat

વિરાટ કોહલીની ટીકા કરવા બદલ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને આ ઇંગ્લિશ ખેલાડીએ લગાવી ફટકાર, લખ્યું- શું બકવાસ છે…!

Navbharat

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023: ભારતે ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવ્યું

Navbharat