NavBharat
Gujarat

રાજકોટમાં પાડોશમાં રહેતા નરાધમ યુવકે તરૂણીને સોશિયલ મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

સોશિયલ મીડિયાના બે પાસા છે, જેમાં હાલ સદુપયોગ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ વધતો જઈ રહ્યો છે. હાલ તમે થોડા સમયથી જોઈ રહ્યા હસો કે ઈન્ટરનેટ પર એક્ટ્રેસના ફોટાને એ.આઈ.ની મદદથી એડિટ કરી તેને બીભત્સ બનાવી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાઇરલ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ વધતો જઈ રહ્યો છે.

રાજકોટમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી એક નરાધમે તરુણી સાથે વાતચીત કરી ઓળખ વધતી હતી અને પછી તરુણીનો વિશ્વાસ કેળવીને તેણીને પ્રેમજાળમાં ફસાવી તેણી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રહેતી તરુણીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે એક નરાધમે વાતચીત શરૂ કરી હતી. આ નરાધમ તરૂણીના પાડોશમાં જ રહેતો હોય ઈન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે વાતચીત આગળ વધારતા પાડોશમાં જ રહેતા નરાધમે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને એક દિવસ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, નરાધમે ફોનમાં અશ્લીલ વીડિયો બતાવી તરુણીને બ્લેકમેલ કરી તેણી પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

Related posts

રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ ૯ થી ૧૨માં કુલ ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો -આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટી

Navbharat

સ્વચ્છતા હી સેવા અભિયાન

Navbharat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

Navbharat